ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : કરોડો રૂપિયાનાં ખર્ચે નિર્મિત છાત્રાલય 6 વર્ષથી જોઈ રહ્યું છે લોકાર્પણની રાહ!

કેટલાક વિદ્યાર્થીઓ ભાડે રૂમ લઈને રહે છે, પરંતુ તે ખર્ચાળ હોવાથી ગરીબ પરિવારો માટે મોટી સમસ્યા ઊભી થાય છે.
12:23 AM Sep 09, 2025 IST | Vipul Sen
કેટલાક વિદ્યાર્થીઓ ભાડે રૂમ લઈને રહે છે, પરંતુ તે ખર્ચાળ હોવાથી ગરીબ પરિવારો માટે મોટી સમસ્યા ઊભી થાય છે.
Bhavnagar_Gujarat_first
  1. Bhavnagar માં ગારીયાધારમાં આવેલા કુમાર છાત્રાલયનાં લોકાર્પણનો મામલો
  2. છાત્રાલયનાં લોકાર્પણ માટે જનતાઓએ બાંયો ચડાવી!
  3. તાત્કાલિક છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવે તેવી માગ ઊઠી
  4. છાત્રાલય બંધ હોવાથી રોજ ગામથી શહેર વિદ્યાર્થીઓને અપ-ડાઉન કરવું પડે છે
  5. ઘણાં વિદ્યાર્થીઓ માટે રોજ અપ-ડાઉનનો ખર્ચ ઉપાડવો સરળ નથી

Bhavnagar : વનગરમાં ગારીયાધાર શહેરમાં આવેલા કુમાર છાત્રાલયનાં (Kumar Hostel in Gariyadhar) લોકાર્પણ માટે જનતાઓએ બાંયો ચડાવી છે. તાત્કાલિક છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવે તેવી તીવ્ર માંગ ઊઠી છે. ગારીયાધાર તાલુકા અને આજુબાજુનાં વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા શહેરમાં આવે છે. પરંતુ, છાત્રાલય બંધ હોવાથી તેમને રોજ ગામથી શહેર સુધી આવનજાવન કરવું પડે છે. ઘણાં વિદ્યાર્થીઓ માટે આર્થિક રીતે બસ અથવા ખાનગી વાહન દ્વારા દરરોજ જવા-આવવાનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની જાય છે. કેટલાક વિદ્યાર્થીઓ ભાડે રૂમ લઈને રહે છે, પરંતુ તે ખર્ચાળ હોવાથી ગરીબ પરિવારો માટે મોટી સમસ્યા ઊભી થાય છે. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડવા મજબૂર થાય છે.

આ પણ વાંચો - Jamnagar : બિસ્માર રોડ, મસમોટા ખાડાઓની સમસ્યા સામે અનોખો વિરોધ, આંદોલનની પણ ચીમકી

કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત છાત્રાલય 6 વર્ષથી જોઈ રહ્યું છે લોકાર્પણની રાહ!

ભાવનગરનાં (Bhavnagar) ગારીયાધાર શહેરમાં રૂપાવટી રોડ પર કુમાર છાત્રાલય આવેલ છે અને આ કુમાર છાત્રાલય (Kumar Hostel in Gariyadhar) છેલ્લા 6 વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાયેલા લોકો આંદોલનનો માર્ગ અપનાવવા તૈયાર થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓને રહેવા માટેના છાત્રાલયનું લોકાર્પણ કરવાની ગારીયાધારનાં લોકોની માંગ છે. છે. ગામનાં લોકો વિકાસથી વંચિત રહ્યા છે. ગારીયાધાર જેસર વિધાનસભાનાં ધારાસભ્યની નિષ્ક્રિયતાનાં કારણે વર્ષોથી છાત્રાલય લોકાર્પણની રાહ જોઈ રહ્યો છે એવો આરોપ પણ થયો છે.

આ પણ વાંચો - Bharuch ની ચર્ચાસ્પદ દૂધધારા ડેરીની ચૂંટણીમાં આવી શકે છે નવો વળાંક...!આ પેનલમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચાય તેવી સંભાવના

Bhavnagar માં છાત્રાલયનું લોકાર્પણ ન થતા લોકોમાં રોષ, આંદોલનની ચીમકી

છાત્રાલયનું લોકાર્પણ ન થતા વિદ્યાર્થીઓ યોગ્ય રીતે અભ્યાસ કરી શકતા નથી. અપડાઉન કરવાનાં કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો તાત્કાલિક ધોરણે લોકાર્પણ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી, વાલી અને સ્થાનિકો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સ્થાનિક આગેવાન જીતેન્દ્રભાઈ વણઝારાએ જણાવ્યું કે, તંત્રની અણગમતી અને બેદરકારીને કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ છાત્રાલય છેલ્લા 6 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. જો તાત્કાલિક લોકાર્પણ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે.

આ પણ વાંચો - Patan : સરસ્વતી નદીમાં નહાવા ગયેલી 3 પૈકી 2 કિશોરીનાં મોત, એકની હાલત ગંભીર

Tags :
AAPBhavnagarBhavnagar AdministrationBJPCongressGUJARAT FIRST NEWSInauguration IssueKumar Hostel in GariyadharTop Gujarati News
Next Article