Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: રુ. 30 કરોડનો બ્રિજ પાલિતાણાના રહેવાસીઓ માટે બન્યો માથાનો દુખાવો, યાત્રાધામમાં લોકોને હાલાકી

Bhavnagar: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણામાં દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે, પરંતુ પાલીતાણામાં પ્રવેશતા જ તેમનું સ્વાગત 'વિકાસના અધૂરા નમૂના' સમાન ઓવરબ્રિજ દ્વારા થાય છે. શહેરી વિકાસ યોજના અંતર્ગત રુ. 30 કરોડથી વધુના ખર્ચે બની રહેલા આ બ્રિજનું કામ છેલ્લા 4 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે.
bhavnagar  રુ  30 કરોડનો બ્રિજ પાલિતાણાના રહેવાસીઓ માટે બન્યો માથાનો દુખાવો  યાત્રાધામમાં લોકોને હાલાકી
Advertisement
  • Bhavnagar ના  પાલીતાણામાં અધૂરા ઓવરબ્રિજને કારણે જનતા ત્રાહિમામ
  • પાલીતાણામાં બની રહેલ ઓવરબ્રિજના કામને લઈને અનેક સવાલો ઉઠ્યા
  • રુ,30 કરોડનો ખર્ચ, 4 વર્ષનો સમય, છતાં પરિણામ 'શૂન્ય'
  • કામગીરી પૂર્ણ ન થતા લોકો ટ્રાફિકની સમસ્યા 

Bhavnagar: ભાવનગર (Bhavnagar) જિલ્લાના પાલીતાણા (Palitana) માં શહેરી વિકાસ યોજના અંતર્ગત ફ્લાય ઓવર બ્રિજ (overbridge) નું નિર્માણ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યું છે જ્યાં બ્રિજની જરૂર જ નથી ત્યાં બ્રિજ બની રહ્યો છે તેને પણ આજે ચાર વર્ષ કરતા પણ વધારે સમય થતા પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થતું જોવા મળી રહ્યું છે અધુરા બ્રિજના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અધૂરા બ્રિજના કારણે કેવી હાલાકી છે જુઓ ખાસ અહેવાલમાં

Bhavnagar ના પાલીતાણામાં અધૂરાઓવર બ્રિજને કારણે જનતા ત્રાહિમામ

તીર્થધામ પાલીતાણામાં હાજરોની સંખ્યામાં લોકો દૂર દૂરથી યાત્રિકો 10 ના અંતે આવતા હોય છે પાલીતાણા માં એન્ટર થાય તે પહેલા પ્રજાના ટેક્સના પૈસાનો ઉત્તમ નમૂનો એટલે કે અધૂરો આ ઓર બ્રિજ લોકોના માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી જ જુમતો હોય છે શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 30 કરોડથી વધારાના ખર્ચે બ્રિજનું નિર્માણ હાલ ચાલી રહ્યું છે જેને પણ ચાર વર્ષથી વધુ નો સમય વિતવા છતાં પણ આ બ્રિજ નિર્માણની કામગીરી પૂર્ણ થઈ નથી જેને લઈને લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારે ઉઠ્યા છે.

Advertisement

bhavngar-overbrige-Gujarat first1

Advertisement

ટ્રાફિકની ગંભીર સમસ્યા

લોકોનું કહેવું છે કે સીટી ની અંદર જવું હોય તો બે કિલોમીટર ફરી અંદર જવું પડી રહ્યું છે સમયની સાથે પૈસા નો પણ બેય થઈ રહ્યો છે વૈકલ્પિક વ્યવસ્થા કરી બાજુમાં રસ્તો બનાવે તો ટ્રાફિકની સમસ્યા હાલ થાય તેવી સ્થિતિ છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી ગોકુળગતીએ ચાલતા કામને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

bhavngar-overbrige-Gujarat first1

લોકોની શું છે માંગ ?

પાલીતાણામાં બની રહેલ ઓવરબ્રિજ નું કામ ને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમકે પાલીતાણા ઓવર બ્રિજના કામ માં ચાલતા ધીમા કામ થી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ચાર વર્ષ ચાલતા ઓવર બ્રિજના કામથી ક્યારે લોકોને છુટકારો મળશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ બ્રિજ નું કામ અધૂરું જોવા મળી રહ્યું છે તેને લઈને લોકોને મુશ્કેલી વધી છે તાકીદે કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Panchmahal: ગોધરામાં ઓરીના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં, ત્રણ દિવસનું મોટું આયોજન

Tags :
Advertisement

.

×