Bhavnagar toxic liquor tragedy: મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈસ અંસારી સહિત 14 આરોપીઓને જેલમાં મોકલાયા
Bhavnagar toxic liquor tragedy: ભાવનગર પંથકમાં ભારે ચકચાર મચાવનારા લઠ્ઠાકાંડના પ્રકરણમાં તપાસ એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. આ ચકચારી કેસમાં અગાઉ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે કુલ 21આરોપીઓ સામે ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
Advertisement
Bhavnagar toxic liquor tragedy: ભાવનગર પંથકમાં ભારે ચકચાર મચાવનારા લઠ્ઠાકાંડના પ્રકરણમાં તપાસ એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહીનો સિલસિલો યથાવત છે. આ ચકચારી કેસમાં અગાઉ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે કુલ 21આરોપીઓ સામે ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફરિયાદમાં નામજોગ નોંધાયેલા 14 કુખ્યાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

