Bhavnagar Triple Murder Case: ભાવનગર વનકર્મી શૈલેષ ખાંભલા મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક
- Bhavnagar Triple Murder Case: પત્ની અને બે સંતાનોની હત્યાની રાત્રે તેની પ્રેમિકા સાથે ફોન પર વાત કરી હતી
- છેલ્લા ચાર વર્ષથી શૈલેષ ખાંભલા અને પ્રેમિકા સંપર્કમાં હતા
- શૈલેષ ખાંભલા અને પ્રેમિકાના પાસપોર્ટ મળી આવ્યા હતા
Bhavnagar Triple Murder Case: ભાવનગર વનકર્મી શૈલેષ ખાંભલા મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં શૈલેષ ખાંભલા તેની પ્રેમિકા સાથે ભાગી જવાની ફિરાકમાં હતો. પત્ની અને બે સંતાનોની હત્યાની રાત્રે તેની પ્રેમિકા સાથે ફોન પર વાત કરી હતી. છેલ્લા ચાર વર્ષથી શૈલેષ ખાંભલા અને પ્રેમિકા સંપર્કમાં હતા. જેમાં શૈલેષ ખાંભલા અને પ્રેમિકાના પાસપોર્ટ મળી આવ્યા હતા. ત્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ થાંભલાને પોલીસ દ્વારા નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા
ઉલ્લેખનીય છે કે આરોપીની મંજૂરી નહીં હોવાથી કોર્ટે ત્રણ દિવસનો વિચારવાનો ટાઈમ આરોપીને આપ્યો હતો. જેમાં આજે ફરી આરોપી શૈલેષ ખાંમભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભાવનગર ટ્રીપલ મર્ડર કેસનો આરોપી ACF શૈલેષ ખાંભલા(Shailesh Khambhala)ને અગાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. પોલીસ દ્વારા આરોપીની વધુ પુછપરછ માટે કોર્ટમાંથી કબજો લીધો હતો. આ કેસમાં શંકાસ્પદ વનકર્મી યુવતીની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. જેથી તેને પૂછપરછ માટે બેવાર પોલીસે બોલાવી હોવાની માહિતી છે.
Bhavnagar Triple Murder Case: જાણો સમગ્ર ઘટના
ઉલ્લેખનીય છે કે 5 નવેમ્બરે 2025ના રોજ ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાએ પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી મોતના મુખમાં ધકેલી દીધા હતા. 10 દિવસ બાદ ગત 16 નવેમ્બરે ભાવનગર ફોરેસ્ટ કોલોનીમાં જમીનમાં દાટેલી હાલતમાં 3 લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા ત્રણેય મૃતદેહોની ઓળખ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને ACF તરીકે નોકરી કરતા શૈલેષ ખાંભલા નામના વ્યક્તિની પત્ની નયના રબારી અને તેમના બે સંતાનો (પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા) તરીકે થઈ હતી.
આ ત્રિપલ મર્ડર કેસમાં ACF શૈલેષ ખાંભલાના પ્રેમ પ્રકરણનો પણ ખુલાસો થયો
બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ACF શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નયના સહિત બે બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ ઘરથી 20 ફૂટ દૂર ખાડામાં મૃતદેહને દાટી દીધા હતા. જેથી આરોપી શૈલેષ ખાંભલાને ઝડપી લઈ ભાવનગર પોલીસ દ્વારા 18 નવેમ્બરના રોજ રિમાન્ડ મેળવા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્રિપલ મર્ડર કેસમાં ભાવનગર પોલીસ દ્વારા 23 નવેમ્બરના રોજ વનકર્મી યુવતીને ફરી બોલાવી બીજી વખત પૂછપરછ કરવામાં આવી હતી. આ ત્રિપલ મર્ડર કેસમાં ACF શૈલેષ ખાંભલાના પ્રેમ પ્રકરણનો પણ ખુલાસો થયો હતો. જેમાં એક વનકર્મી યુવતીનું નામ પણ સામે આવ્યું હતું.


