Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : ડબગરવાળી શેરી પાસેથી 198 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

શહેરનાં ભીડભંજન ચોક નજીક આવેલ ડબગરવાળી શેરી પાસેથી 198 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સનાં જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી છે.
bhavnagar   ડબગરવાળી શેરી પાસેથી 198 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે બે ઝડપાયા
Advertisement
  1. Bhavnagar માં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
  2. 198 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સનાં (કિં. 19.80 લાખ) જથ્થા સાથે બે ઝડપાયા
  3. ભાવગનર SOG પોલીસે ડબગરવાળી શેરી પાસેથી બંને ઇસમની ધરપકડ કરી
  4. ગંગાજળિયા પોલિસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ ગુનો નોંધાયો

ભાવનગરમાં (Bhavnagar) ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ભાવગનર SOG પોલીસે 198 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સનાં (Methamphetamine Drugs) જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી છે. આ ડ્રગ્સની માર્કેટ કિંમત અંદાજે રૂપિયા 19.80 લાખ જેટલી હોવાનું હાલ જાણવા મળ્યું છે. ભીડભંજન ચોક નજીક આવેલી ડબગરવાળી શેરી પાસેથી ડ્રગ્સ સાથે બે ઈસમો ઝડપાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : સરકારે એક સાથે 18 IAS અધિકારીઓની બદલીનો કર્યો આદેશ, જુઓ લિસ્ટ

Advertisement

Advertisement

ભીડભંજન ચોક નજીક આવેલ ડબગરવાળી શેરી પાસેથી બે ઝડપાયા

ભાવનગરમાં એસઓજી પોલીસે (Bhavnagar SOG Police) મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, બાતમીનાં આધારે SOG પોલીસની ટીમે શહેરનાં ભીડભંજન ચોક નજીક આવેલ ડબગરવાળી શેરી પાસેથી 198 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સનાં (Methamphetamine Drugs) જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી છે. આ ડ્રગ્સની કિંમત અંદાજે રૂ. 19.80 લાખ હોવાની માહિતી છે. ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ હનિફભાઇ ઉર્ફે ભંગારી સુલતાનભાઇ બેલિમ અને સમીરભાઇ યુનુસભાઇ ધાનીવાલા તરીકે થઈ છે.

આ પણ વાંચો - Chhota Udepur : રૂ.2.99 કરોડનાં ખર્ચે તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ, મંત્રી બચુભાઈ ખાબડે કર્યું ખાતમુહૂર્ત

આ ડ્રગ્સની કિંમત અંદાજે રૂ. 19.80 લાખ, NDPS એકટ હેઠળ ગુનો નોંધાયો

માહિતી અનુસાર, આરોપી હનિફ ભાવનગરનો રહેવાસી છે જ્યારે આરોપી સમીર અમદાવાદનો (Ahmedabad) રહેવાસી છે. બંને ઇસમોને ઝડપી તેમની સામે ગંગાજળિયા પોલિસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ બંને આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા ? કોને સપ્લાય કરવાનાં હતા ? સહિતની પોલીસે તપાસ આદરી છે.

આ પણ વાંચો - NEET Exam Scam : લાખો રૂપિયાના વહીવટનો કથિત ઓડિયો વાઇરલ થતાં ખળભળાટ, કોંગ્રેસ નેતાના પ્રહાર

Tags :
Advertisement

.

×