Bhavnagar : પેટ્રોલ-ડિઝલને લઈ ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, કેમ્પસની બહાર રહેતા તમામ સભ્યોએ ઓનલાઇન માધ્યમથી જ બેઠકમાં જોડાવાનું રહેશે
- Bhavnagar યુનિવર્સિટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
- શૈક્ષણિક કામકાજમાં ડિજિટલ ફેરફાર કરાયો
- હવે કેમ્પસ બહારના સભ્યો મિટીંગમાં ઓનલાઈન જોડાશે
- કુલપતિએ બહાર પાડ્યો નવો આદેશ
- હવે મહત્વની બેઠકો થશે ઓનલાઈન
Bhavnagar : ભાવનગર યુનિવર્સિટી (university) દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય જેમાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી પેટ્રોલ બચતની અપીલને લઈ ને ભાવ. યુનિવર્સિટી કુલપતિએ નિર્ણય કર્યો છે, તેમજ ડિજિટલ ઇન્ડિયા મિશન અને ઈ-ગવર્નન્સના અભિગમ ને વેગ આપવા ભાવનગર યુનિવર્સિટીએ વહીવટી ફેરફાર કર્યા છે. વિવિધ સત્તામંડળોની બેઠકો અને શૈક્ષણિક કાર્યો ઓનલાઈન માધ્યમથી કરવાં કુલપતિ ડો.ભરત રામાનુજ કર્યો નિર્ણય.
બેઠકો પણ યુનિવર્સિટીમાં ઓનલાઈન થશે
હવે ભાવનગર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલ, ફેકલ્ટી બેઠકો, બોર્ડ ઓફ સ્ટડીઝ, બોર્ડ ઓફ ડીન્સ અને પીએચ.ડી. વાઈવાવોસ જેવી મહત્વની કામગીરી હવે ઓનલાઇન પ્લેટફોર્મ પર થશે અને સત્તામંડળના સભ્ય યુનિવર્સિટી કેમ્પસમાં હાજર હોય તો તેમણે બેઠકમાં રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે તેવી વાત પણ સામે આવી છે. કુલપતિ ડો ભરત રામાનુજનું વધુમાં કહેવું છે કે, કેમ્પસની બહાર રહેતા તમામ સભ્યોએ ઓનલાઇન માધ્યમથી જ બેઠકમાં જોડાવાનું રહેશે અને MKBUના ઇન્ચાર્જ કુલસચિવ દ્વારા જારી કરાયેલા આ પરિપત્રનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતાને ખર્ચ ઘટાડવા અને પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જનતાને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, સોનાની ખરીદી મર્યાદિત કરવા, વિદેશ પ્રવાસ ઘટાડવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. સરકારનો હેતુ છે કે તેના પોતાના વિભાગો આ પગલાં અપનાવવામાં સૌ પ્રથમ આવે, જેનાથી સામાન્ય જનતાને તેનું પાલન કરવાની પ્રેરણા મળે. અહેવાલો સૂચવે છે કે મોટા પાયે સરકારી કાર્યક્રમો, ભોજન સમારંભો અને ઉચ્ચ ઇંધણ વપરાશ ધરાવતા કાર્યક્રમોમાં પણ ઘટાડો થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેલ સંકટ અંગેની આશંકા વચ્ચે, કેન્દ્ર સરકારે હવે પોતાના ખર્ચને કાબુમાં લેવા અને ઇંધણ બચાવવા માટે સક્રિયપણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતાને ખર્ચ ઘટાડવા અને પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલ કર્યાના થોડા દિવસો પછી, સરકાર હવે તેના વિવિધ મંત્રાલયોમાં પણ "કઠોરતા અભિયાન" શરૂ કરવા માટે તૈયાર છે.
આ પણ વાંચો : સામાન્ય જનતા પર મોંઘવારીનો મિસાઈલ એટેક, યુદ્ધની અસરથી Bhavnagar માં Petrol Diesel Price ના ભાવમાં તોતિંગ વધારો


