Bhavnagar : શહેર-જિલ્લામાં સવારથી જ માવઠું, 10 મે સુધી ભારે વરસાદની આગાહી
- Bhavnagar શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક
- મહુવા, પાલિતાણા સહિતનાં તાલુકામાં માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી
- સોનપરી, પાણીયારી, ભૂતિયા, દેદરડા, જેસર, અલંગ, મણાર, કઠવામાં વરસાદ
- કાળા ડિબાંગ વાદળો સાથે આજે વહેલી સવારથી જ વરસાદ ખાબક્યોટ
- રાજ્યમાં આજથી 10 મે સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Bhavnagar : રાજ્યમાં નાગરિકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોટાભાગનાં જિલ્લાઓમાં ભારે પવન, કરા સાથે સામાન્યથી ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં માવઠું (Unseasonal Rains) પડતાં જ્યાં એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે ત્યાં બીજી તરફ પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલે કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો -Surat: વરસાદથી કેરીના પાકને નુકશાનીની પણ ભીતિ, 70 થી 80 ટકા કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો
ભાવનગર શહેર અને જિલ્લામાં ખાબક્યો કમોસમી વરસાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરમાં (Bhavnagar) ગઈકાલે ઠેર ઠેર માવઠું પડ્યું હતું. જ્યારે, આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. મહુવામાં (Mahuva) કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. પાલિતાણા (Palitana) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સોનપરી, પાણીયારી, ભૂતિયા, દેદરડામાં વરસાદ પડ્યો છે. ઉપરાંત, ભાવનગરનાં દરિયાઈ વિસ્તાર અલંગ, મણાર, કઠવામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો -Gonal: રીબડાના યુવકની આત્મહત્યા મુદ્દે રાજકીય ઘમાસાણ, ગણેશ ગોંડલે આપી શ્રદ્ધાંજલિ
-રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
-ત્રણ દિવસ બે થી ત્રણ ઈંચ વરસાદ પડવાની આગાહી
-હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ માવઠાની કરી આગાહી
-ગુજરાતમાં તમામ જિલ્લાઓ માવઠાથી પ્રભાવિત થશે
-સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
-ઉત્તર ગુજરાત અને કચ્છના તાલુકામાં ધોધમાર… pic.twitter.com/gbNYRPdGW5— Gujarat First (@GujaratFirst) May 6, 2025
રાજ્યમાં આજથી 10 મે સુધી ભારે વરસાદની આગાહી
ભાવનગરમાં કમોસમી વરસાદનાં (Unseasonal Rains) પગલે બજારો તેમ જ શહેરનાં રોડ-રસ્તા વરસાદી પાણીથી ભરાયા છે. જ્યારે, કેરી, જવાર, બાજરી સહિતનાં ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ છે. જણાવી દઈએ કે, હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આજથી 10 મે સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન (Rajasthan) અને તેની આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભાવનગર, અમરેલી (Amreli), સુરત (Surat), ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છનાં કેટલાક ભાગોમાં, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ (Rajkot), બોટાદ,જૂનાગઢમાં (Junagadh) વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે, અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar), ખેડા, મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતી ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચો -Ahmedabad : વક્ફ સંપતિમાં ગેરકાયદે વહીવટને લઈ મોટી કાર્યવાહી