Bhavnagar : તાતાણીયા ગામે પ્રિન્સિપાલની ઓફિસને ગ્રામજનોએ જ કરી તાળાબંધી, કારણ ચોંકાવનારું!
- ભાવનગરનાં તાતણીયા ગામે પ્રિન્સિપાલ ઓફિસને તાળાબંધી (Bhavnagar)
- શિક્ષિકા નિમિષા ચૌહાણની બદલી થતાં લોકોનો ઊગ્ર વિરોધ
- માધ્યમિક શાળાનાં આચાર્યની ઓફિસને તાળાબંધી કરી
- ધો 9-10 નાં વર્ગમાં એક જ શિક્ષક હોવાથી બદલી થતા વિરોધ
Bhavnagar : ભાવનગરમાં તાતણીયા ગામે (Tataniya) પ્રિન્સિપાલ ઓફિસને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. શિક્ષિકાની બદલી રોકવા માટે આ તાળાબંધી કરવામાં આવી છે. ધોરણ 9 -10 નાં વર્ગમાં માત્ર એક જ શિક્ષક હોવાથી બદલી થતાં ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ધોરણ 9-10 માં 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ પણ વાંચો - Rajkot : 13 વર્ષીય વિદ્યાર્થી મેળાની મજા માણવા અટલ સરોવર ગયો, હાર્ટ એટેક આવતા મોત!
ગ્રામજનોએ પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી કરી વિરોધ દાખવ્યો
ભાવનગર જિલ્લાના (Bhavnagar) જેસર તાલુકાના તાતણીયા ગામે આવેલી માધ્યમિક શાળાનાં પ્રિન્સિપાલની ઓફિસને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, શાળાનાં શિક્ષકા નિમિષાબેન ચૌહાણની બદલી થતા ગ્રામજનો દ્વારા શિક્ષિકાની બદલીને રોકવાને લઈ શાળાનાં પ્રિન્સપાલની ઓફિસને તાળાબંધી કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે શાળામાં ધોરણ 9-10 માં 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને માત્ર એક શિક્ષિક છે અને હવે તેમની પણ બદલી કરવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓનાં અભ્યાસનું શું ? તેમનાં ભવિષ્યનું શું ?
આ પણ વાંચો - Pharma Company Human Trafficking Racket: ફાર્મા કંપનીના માલિક માનવ તસ્કરી રેકેટ ચલાવતા હોવાના આક્ષેપથી ખડભડાટ
ધો.9 અને 10 માં માત્ર એક જ શિક્ષિકા, તેમની પણ બદલી થતા વિરોધ
માહિતી અનુસાર, ધોરણ 9 અને 10 બન્ને વર્ગો વચ્ચે એક જ શિક્ષક છે ત્યારે તેમની પણ બદલી થઈ જતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે અને શાળાનાં પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી કરીને વિરોધ દાખવ્યો છે. ગ્રામજનોએ શિક્ષિકા નિમિષાબેન ચૌહાણની બદલી રદ કરવા અને એ જ શિક્ષિકાને યથાવત રાખવા માંગ કરી છે. જ્યાં સુધી તેમની માગને ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેમ પણ ગ્રામજનોએ જણાવ્યું છે.
આ પણ વાંચો - ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા, 3 દિવસમાં ત્રીજી વખત ધરા ધ્રુજી