Bhavnagar : લોકશાહીના પર્વમાં યુવાનો અને વડીલો પણ મતાધિકારનો ઉપયોગ કરે, જાગૃત નાગરિકોએ મતદાનની કરી અપીલ
- Bhavnagar ના જાગૃત નાગરિકોએ કરી વધુ મતદાનની અપીલ
- લોકશાહીના પર્વમાં સહભાગી થઈ નાગરિકો બજાવે ફરજ
- 26 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારથી અચૂક મતદાન કરીએ
- યુવાનો અને વડીલો પણ મતાધિકારનો ઉપયોગ કરે
- મહિલાઓ પણ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહથી જોડાય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી (election) ને લઈ ભાવનગર (Bhavnagar) ના લોકો એ વધુમાં વધુ મતદાન ( voting) કરવા લોકોને કરી પીલ કરી, એક જાગૃત નાગરિક (citizen) તરીકે બધા લોકોની ફરજ છે કે 26 તારીખના રોજ મતદાન કરી આપણી ફરજ નિભાવીને યોગદાન આપવું જોઈએ અને વહેલી સવારથી વધારેમાં વધારે મતદાન કરી સૌ લોકો પોતાની ફરજ નિભાવે તેવી અપીલ કરવામાં આવી હતી.
Bhavnagar માં મતદાતાઓમાં અનેરો ઉત્સાહ
ગુજરાત (gujarat) ના ભાવનગર શહેરમાં જાગૃત નાગરિકોએ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અનોખી અપીલ કરી છે. આવનારા 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં જાગૃતિ લાવવા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જાગૃત નાગરિકોએ સૌને અપીલ કરી છે કે તેઓ વહેલી સવારથી જ મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત બનાવે.
Bhavnagar જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી
ભાવનગર- ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકા (nagarpalika) ની સામાન્ય ચૂંટણીમાં 18 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. પહેલેથી હાર ભાળી ગયેલા હરીફ ઉમેદવારોની ચૂંટણી લડવામાં પાછીપાનીથી ભાજપના ઉમેદવારોની જોળીમાં જીત આવી ગઈ છે. પાલિતાણા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક, મહુવા ન.પા.ના 9 વોર્ડની 36 અને વલ્લભીપુર ન.પા.ના 6 વોર્ડની 24 મળી કુલ 96 બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ છે તેમાં 278 ઉમેદવારે 292 ફોર્મ ભર્યા હતા.
આ પણ વાંચો : Bhavnagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ સજ્જ, સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ


