Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhavnagar: શું કપાસની ખરીદી 12 મણને બદલે 17 મણ થશે?, ચેરમેન ગભરૂભાઈ કામળિયાએ કરી આ માંગ!

Bhavnagar: મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઈ કામળિયાએ કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહને પત્ર લખી કપાસની ખરીદીના નિયમોમાં ફેરફારની માંગ કરી છે. તેમણે CCI દ્વારા પ્રતિ વીઘા 12 મણની ખરીદી મર્યાદા વધારી 17 મણ કરવા અને રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી 10 દિવસ લંબાવવા રજૂઆત કરી છે, જેથી ખેડૂતોને કપાસના પૂરતા ભાવ મળી રહે.
bhavnagar  શું કપાસની ખરીદી 12 મણને બદલે 17 મણ થશે   ચેરમેન ગભરૂભાઈ કામળિયાએ કરી આ માંગ
Advertisement
  • Bhavnagar: મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સીસીઆઈએ મંત્રીને લખ્યો પત્ર
  • કપાસની ખરીદીના રજિસ્ટ્રેશનની મુદત વધારવાની કરી માંગ
  • ટેકાના ભાવે ખરીદી વધારવાની માગ સાથે ગિરિરાજસિંહને લખ્યો પત્ર

Bhavnagar: સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ (Mahuva Marketing Yard) ના ચેરમેન દ્વારા ખેડૂતો (Farmers) ના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઈ કામળિયા (Gabharubhai Kamaliya) એ ખેડૂતોને કપાસના પૂરતા ભાવ અને વેચાણમાં સરળતા રહે તે હેતુથી કેન્દ્રીય કાપડ મંત્રી ગીરીરાજસિંહ (Textile Minister Girirajsingh) ને પત્ર લખીને ટેકાના ભાવે ખરીદીની મર્યાદા અને રજીસ્ટ્રેશનની મુદત વધારવા રજૂઆત કરી છે.

Bhavnagar: પ્રતિ વીઘા મર્યાદા 12 મણથી વધારી 17 મણ કરવા માંગ

હાલમાં ભારતીય કપાસ નિગમ (CCI) દ્વારા દરેક ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે કપાસ (Cotton) ની ખરીદીની પ્રક્રિયા કાર્યરત છે. જોકે, વર્તમાન નિયમ મુજબ ખેડૂતો પાસેથી પ્રતિ વીઘા દીઠ માત્ર 12 મણ કપાસની જ ખરીદી કરવામાં આવી રહી છે. ગભરૂભાઈ કામળિયાએ જણાવ્યું છે કે આ વર્ષે કપાસનું ઉત્પાદન સારું થયું હોવાથી ખેડૂતો પાસે જથ્થો વધુ છે. જો 12 મણની મર્યાદા રાખવામાં આવે તો ખેડૂતોનો મોટો જથ્થો બાકી રહી જાય તેમ છે અને તેમને નીચા ભાવે ખાનગી વેપારીઓને વેચવાની ફરજ પડી શકે છે. આથી, ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા માટે આ મર્યાદા વધારીને પ્રતિ વીઘા દીઠ 17 મણ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે.

Advertisement

રજીસ્ટ્રેશનની મુદત 10 દિવસ લંબાવવા માંગ

ટેકાના ભાવે કપાસ વેચવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે. CCI દ્વારા હાલમાં રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. ચેરમેન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે અનેક ખેડૂતો હજુ પણ રજીસ્ટ્રેશનથી વંચિત છે. આ સંજોગોમાં ખેડૂતોના હિતને ધ્યાને રાખી રજીસ્ટ્રેશનની અંતિમ તારીખમાં 10 દિવસનો વધારો કરવામાં આવે, જેથી વધુમાં વધુ ખેડૂતો સરકારી ટેકાના ભાવનો લાભ લઈ શકે.

Advertisement

આ પણ વાંચોઃ Vadodara: ગટરના મેનહોલે યુવકનો જીવ લીધા બાદ કમિશનરે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

Tags :
Advertisement

.

×