Bhavnagar: ભાવનગર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વરણી થાય તે પહેલા જ યુવા નેતાનું નિધન
- ભાવનગર (Bhavnagar) ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું અકાળ મોત
- શહેર સંગઠન (BJP organization) જાહેર થતાં 10 મહિના પછી થયું
- પ્રમુખ તરીકે ભાવેશભાઈ અશોકભાઈ રબારી (Bhaveshbhai Ashokbhai Rabari) નું નામ જાહેર
- કુંભારવાડા વોર્ડના યુવા કાર્યકરનું નામ નક્કી થયું
- પરંતુ જાહેરાત પહેલાં જ ચક્કર આવતા પડી ગયા
- સારવાર દરમિયાન ભાવેશભાઈનું દુઃખદ મોત નિપજ્યું
Bhavnagar: ભાવનગર (Bhavnagar) શહેર ભાજપ સંગઠન (BJP organization) માં વરણીના સમાચાર સાથે જ એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે જેમના નામની જાહેરાત કરવામાં આવી હતી, તે યુવા કાર્યકર ભાવેશભાઈ રબારી (Bhaveshbhai Ashokbhai Rabari) નું પદ સંભાળતા પહેલા જ અકાળે અવસાન થતાં ભાજપ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ભાવનગર (Bhavnagar) ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું અકાળ મોત
ભાવનગર શહેર ભાજપ સંગઠનની લાંબા સમયથી ચાલી રહેલી રાહનો અંત આવ્યો અને 10 મહિના બાદ સંગઠનના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સંગઠનમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને કોષાધ્યક્ષ સહિત કુલ 24 હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ યાદીમાં કુંભારવાડા વોર્ડના સક્રિય અને ઉત્સાહી યુવા કાર્યકર ભાવેશભાઈ અશોકભાઈ રબારીને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
ભાવેશભાઈને ચક્કર આવતા જાહેરાત પહેલાં જ ઢળી પડ્યા
જોકે, કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. સંગઠનમાં તેમના નામની સત્તાવાર જાહેરાત થાય તે પૂર્વે જ સાંજના સમયે ભાવેશભાઈને અચાનક ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નિપજ્યું હતું.
કાર્યકરોમાં ભારે અરેરાટી
એક તરફ ભાવેશભાઈના સમર્થકો અને પરિવારમાં તેમની નવી નિમણૂકને લઈને ખુશીનો માહોલ સર્જાવાનો હતો, ત્યાં બીજી તરફ તેમના મોતના સમાચાર વહેતા થતાં સમગ્ર કુંભારવાડા વિસ્તાર અને ભાજપ સંગઠનમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. એક નિષ્ઠાવાન અને ઉગતા યુવા નેતાને ગુમાવતા સ્થાનિક રાજકારણમાં પણ મોટી ખોટ પડી છે.
આ પણ વાંચો: Surat: બેંગકોક ફ્લાઈટની સીટ નીચેથી મળ્યો રુ, 8 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો, 4 તસ્કર ઝડપાયા


