Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bagdana case: બહુચર્ચિત બગદાણા કેસમાં મોટા સમાચાર, આખરે જયરાજ આહિરને SIT નું તેડું!

Bagdana case: ભાવનગર બગદાણા કેસમાં મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં હવે આખરે જયરાજ આહિરને SIT એ રેન્જ IG ઓફિસ બોલાવ્યા છે. આ સાથે હવે જાણીતા ડાયરા કલાકાર માયાભાઇ આહિરના પુત્ર જયરાજ આહિરની મુશ્કેલી વધી હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.
bagdana case  બહુચર્ચિત બગદાણા કેસમાં મોટા સમાચાર  આખરે જયરાજ આહિરને sit નું તેડું
Advertisement
  • ભાવનગર બગદાણા વિવાદ (Bagdana controversy)માં સૌથી મોટા સમાચાર
  • આખરે જયરાજ આહિરને SITએ રેન્જ IG ઓફિસ બોલાવ્યા
  • માયાભાઇ આહિરના પુત્ર જયરાજ આહિરની મુશ્કેલી વધી
  • રેન્જ IG ઓફિસે SIT કરશે જયરાજ આહિરની પૂછપરછ
  • સાંજે 5 વાગ્યે SITએ જયરાજ આહિરને હાજર થવા આપ્યો સમન્સ

Bagdana case :  ભાવનગર બગદાણા કેસમાં (Bagdana case) મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં હવે આખરે જયરાજ આહિરને SIT એ રેન્જ IG ઓફિસ બોલાવ્યા છે. આ સાથે હવે જાણીતા ડાયરા કલાકાર માયાભાઇ આહિરના પુત્ર જયરાજ આહિરની મુશ્કેલી વધી હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. રેન્જ IG ઓફિસે SIT ના ટીમ જયરાજ આહિરની પૂછપરછ કરશે.

ભાવનગર બગદાણા વિવાદ (Bagdana controversy) માં સૌથી મોટા સમાચાર

બગદાણામાં સેવક નવનીત બાલદિયાને માર મારવાના ચકચારી કેસમાં હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા પૂછપરછ માટે રેન્જ IG ઓફિસે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. જયરાજ આહિરને આજે સાંજે 5 વાગ્યે રેન્જ IG ઓફિસ ખાતે હાજર થવા જણાવાયું છે. માનવામાં આવી રહ્યું છે કે આ પૂછપરછ દરમિયાન કેસને જોડાયેલી અનેક મહત્વની કડીઓ બહાર આવી શકે છે.

Advertisement

અન્ય બે શખ્સોની પણ પૂછપરછ

આ કેસમાં માત્ર જયરાજ આહિર જ નહીં, પરંતુ અન્ય સ્થાનિકો પર પણ તપાસનો ગાળિયો કસાયો છે. SIT દ્વારા બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન સોનીને પણ IG ઓફિસે બોલાવી તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ શખ્સોની ભૂમિકા અંગે તપાસ ટીમ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Vadodara: અમેરિકા સ્થિત જમીન માલિક સાથે વિશ્વાસઘાત, કરોડોની જમીન હડપનાર બિલ્ડર 'ટીનો શાહ' જેલના સળિયા પાછળ

Tags :
Advertisement

.

×