Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : ભાવનગર પોલીસની ઈતિહાસની સૌથી મોટી રેડ, સિહોરમાંથી પકડાયું રુ. 10 કરોડનું અફીણ-ગાંજાનું વાવેતર

Bhavnagar : ભાવનગર જિલ્લા પોલીસ (Bhavnagar police) ના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ સિહોર (Seashor) ખાતે પાડવામાં આવી છે. સિહોર પોલીસ (Seashor police) ની સતર્કતાને કારણે નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે સિહોર નજીક આવેલા એક વાડી વિસ્તારમાં દરોડા પાડીને ગાંજા અને અફીણનું મસમોટું વાવેતર ઝડપી પાડ્યું છે.
bhavnagar   ભાવનગર પોલીસની ઈતિહાસની સૌથી મોટી રેડ  સિહોરમાંથી પકડાયું રુ  10 કરોડનું અફીણ ગાંજાનું વાવેતર
Advertisement
  • ભાવનગર પોલીસ (Bhavnagar police) ની ઈતિહાસની સૌથી મોટી રેડ
  • સિહોર પોલીસે (Seashor police) નશાના વાવેતરનો કર્યો પર્દાફાશ
  • સિહોરમાં ગાંજા અને અફીણનું વાવેતર ઝડપાયુ
  • 1100 કિલો ગાંજા તથા અફીણની ખેતી ઝડપાઈ
  • અંદાજિત 10 કરોડ આસપાસનો મુદ્દામાલ જપ્ત
  • ગાંજાની ખેતી કરનાર બે ભાઈઓની ધરપકડ

Bhavnagar: ભાવનગર જિલ્લા પોલીસ (Bhavnagar police) ના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ સિહોર (Seashor) ખાતે પાડવામાં આવી છે. સિહોર પોલીસ (Seashor police) ની સતર્કતાને કારણે નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે સિહોર નજીક આવેલા એક વાડી વિસ્તારમાં દરોડા પાડીને ગાંજા અને અફીણનું મસમોટું વાવેતર ઝડપી પાડ્યું છે.

Bhavnagar- Seashor police- Gujarat first2

Advertisement

ભાવનગર પોલીસ (Bhavnagar police)  ની ઈતિહાસની સૌથી મોટી રેડ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, વાડીના માલિકો દ્વારા છૂપી રીતે ગાંજા અને અફીણની ખેતી કરવામાં આવી રહી હતી. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 1100 કિલો લીલો ગાંજો અને અફીણનો જથ્થો કબજે કર્યો છે. બજાર કિંમત મુજબ આ નશીલા પદાર્થોની કિંમત અંદાજે રુ.10. કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સનું વાવેતર પકડાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

Advertisement

Bhavnagar- Seashor police- Gujarat first

બે આરોપીઓની ધરપકડ

આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે ભાઈઓની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી છે. આ બંને શખ્સો ખેતીની આડમાં આ નશીલા પદાર્થોનું વાવેતર કરીને તેને મોટા પાયે વેચવાનું કૌભાંડ ચલાવી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને આ માલ ક્યાં સપ્લાય થવાનો હતો અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  Ahmedabad પોલીસ બેડામાં મોટો ફેરબદલ, 27 PIની આંતરિક બદલી, દાણીલીમડા PI ને હટાવી કંટ્રોલ રૂમમાં મૂકાયા!

Tags :
Advertisement

.

×