Mayabhai Ahir ની દીકરી હવે રાજકારણના મેદાનમાં, જાણો ક્યાંથી ફોર્મ ભર્યું?
- લોકસાહિત્યકાર Mayabhai Ahir ની દીકરીને ભાજપે આપી ટિકિટ
- ચાવંડ તા.પંની બેઠક પર સોનલબેન ડેરે ભર્યુ ઉમેદવારી પત્ર
- ચાવંડ તા.પંની બેઠક પર સોનલબેન ડેરે ભર્યુ ઉમેદવારી પત્ર
અમરેલી (Amreli) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચાવંડ (Chavand) તાલુકા પંચાયત બેઠક ઉમેદવાર તરીકે લોક સાહિત્યકાર માયાભાઇ આહીર (Mayabhai Ahir) ની દીકરીને ભાજપે ટિકિટ આપી છે. ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સોનલબેન મોનીલભાઈ ડેરે (Sonalben Der) ઉમેવારી ફોર્મ ભર્યું છે. અમરેલી જિલ્લા ભાજપ (BJP) આગેવાન જીતુ ડેરના પુત્રવધુ સોનલબેન ડેર છે. ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા.
ભાજપના ઉમેદવાર તરીકે સોનલબેન ડેરની દાવેદારી
ચાવંડ તાલુકા પંચાયતની મહત્વની ગણાતી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ( BJP) સોનલબેન મોનીલભાઈ ડેર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સોનલબેને આજે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરી પોતાનું ઉમેદવારી પત્ર ( Nomination Paper) રજૂ કર્યું હતું. સોનલબેન એ માત્ર એક પ્રતિષ્ઠિત પરિવારના પુત્રવધુ જ નથી, પરંતુ લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરની પુત્રી પણ છે. તેમના આગમનથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હવે રાજકીય મશાલ તેમના પુત્રવધુના હાથમાં
સોનલબેન ડેર અમરેલી જિલ્લા ભાજપના દિગ્ગજ અને પાયાના આગેવાન ( Senior Leader) જીતુ ડેરના પુત્રવધુ છે. ડેર પરિવારનો અમરેલીના સહકારી અને રાજકીય માળખામાં દબદબો રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજનીતિનો આ વારસો ( Legacy) નવો નથી, ગત ટર્મમાં જીતુ ડેરના પત્નીએ જિલ્લા પંચાયત સદસ્ય ( District Panchayat Member) તરીકે જંગી બહુમતીથી જીત મેળવી હતી. હવે આ રાજકીય મશાલ તેમના પુત્રવધુએ હાથમાં લીધી છે, જેનો ઉદ્દેશ્ય વિસ્તારનો સર્વાંગી વિકાસ ( Overall Development) કરવાનો છે.
શક્તિ પ્રદર્શન અને દિગ્ગજોની હાજરી
ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગને ભાજપ દ્વારા એક શક્તિ પ્રદર્શન ( Show of Strength) તરીકે જોવામાં આવ્યું હતું. આ તકે લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય ( MLA) જનક તળાવ્યા અને અમરેલીના સાંસદ ( MP) ભરત સુતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓની હાજરી સૂચવે છે કે પક્ષ આ બેઠકને કેટલી ગંભીરતાથી લઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો ( Supporters) અને પક્ષના કાર્યકરોની હાજરીમાં વિજય વિશ્વાસ સાથે ફોર્મ જમા કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ જાણિતી ગાયિકા Neha Suthar ને ભાજપે આપી ટિકિટ, વિજાપુરની આ બેઠક પરથી લડશે ચૂંટણી


