Botad : DySP પર ગંભીર આરોપ મુકીને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે દવા ગટગટાવી
- Botad માં સનસનીખેજ મામલો સામે આવ્યો છે
- સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલે ડીવાયએસપી પર લગાવ્યા આરોપ
- આરોપ લગાવતો વીડિયો વાયરલ કરીને દવા ગટગટાવી
- હાલ દવા ગટગટાવનાર નયના બારૈયા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Botad : ભાવનગરના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા (Suspended Police Constable Nayna Baraiya) દ્વારા ડીવાયએસપી રીમા ઝાલા (DySP Reema Zala) પર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ મુકતો વીડિયો વાયરલ કર્યા બાદ ઝેરી દવા ગટગટાવી જતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ દવા ગટગટાવનાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ નયના બારૈયાના ભાઇ દ્વારા બહેનને હેરાન-પરેશાન કરનાર ડીવાયએસપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.
ગેસ્ટ હાઉસમાં દવા ગટગટાવી (Botad)
ભાવનગરના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ફરી ચર્ચામાં આવ્યા છે. મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. નયના બારૈયાએ ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા વિરૂદ્ધ ગંભીર આરોપો મુકતો વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ડીવાયએસપી રીમા ઝાલા દ્વારા તેમને સતત માનસીક ત્રાસ આપવામાં આવતો હતો, અને તેમના વિરૂદ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા હોવાના સનસનીખેજ આરોપો મુકવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સારંગપુર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં દવા ગટગટાવીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાને પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલનો આપઘાતનો પ્રયાસ
નયના બારૈયાએ બોટાદમાં દવા પી આત્મહત્યાની કરી કોશિશ
નયના બારૈયાએ પહેલા વીડિયો બનાવી વાઈરલ કરીને પીધી દવા
ગંભીર હાલતમાં હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા
DySP રીમા ઝાલા માનસીક ત્રાસ આપતા હોવાનો વીડિયોમાં આક્ષેપ
ખોટા કેસ… pic.twitter.com/Xq5rla8Ygw— Gujarat First (@GujaratFirst) February 11, 2026
આ પણ વાંચો ------- Banaskantha : વડગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
અંતિમ પગલું ભરનાર મહિલાના ભાઇએ લગાવ્યા આરોપ
નયના બારૈયાએ વીડિયો વાયરલ કર્યા બાદ દવા ગટગટાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ ગંભીર હાલતમાં નયના બારૈયાને બોટાદની હરિઓમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ નયના બારૈયાના ભાઇએ પણ ડીવાયએસપી રીમા ઝાલા વિરૂદ્ધ આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે, ડીવાયએસપી રીમા ઝાલા મારા બહેનને હેરાન પરેશાન કરતા હતા, જેથી મારા બહેને દવા પી લીધી છે, આ સાથે નયના બારૈયાના ભાઇએ ડીવાયએસપી રૂમા ઝાલા વિરૂદ્ધ ગુનો દાખલ કરવા માટેની માંગ પણ કરી છે. (Botad)
આ પણ વાંચો ------- Bhavnagar : તળાજામાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પર ફરી થયો કેસ


