Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Local Body Elections 2026: સુરતમાં કોંગ્રેસનું 'ફોન' પોલિટિક્સ અને ભાવનગરમાં શક્તિપ્રદર્શન!

Gujarat Local Body Elections 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ ઘડીઓમાં ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીની યાદીઓ બાદ હવે કોંગ્રેસે પણ એક્શન મોડમાં આવીને બોટાદ, સુરત અને ભાવનગર જેવા મહત્વના શહેરોમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
gujarat local body elections 2026  સુરતમાં કોંગ્રેસનું  ફોન  પોલિટિક્સ અને ભાવનગરમાં શક્તિપ્રદર્શન
Advertisement
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) માટે ગુજરાતમાં કોંગ્રેસ એક્શન મોડમા
  • બોટાદમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોની જાહેરાત
  • સુરતમાં યાદી જાહેર કરવાને બદલે ફોન પર અપાઈ સૂચના
  • ભાવનગરમાં 'વિજય સંકલ્પ પદયાત્રા' સાથે શક્તિપ્રદર્શન
  • બનાસકાંઠામાં મતદાર યાદીમાં નામ ન હોવાથી ઉમેદવારનું ફોર્મ અટવાયું

Gujarat Local Body Elections 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ ઘડીઓમાં ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીની યાદીઓ બાદ હવે કોંગ્રેસે પણ એક્શન મોડમાં આવીને બોટાદ, સુરત અને ભાવનગર જેવા મહત્વના શહેરોમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ક્યાંક વિજય સંકલ્પ યાત્રા તો ક્યાંક ટેલિફોનિક સૂચનાઓ દ્વારા ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

બોટાદમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોની જાહેરાત

બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી જંગ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બોટાદ જિલ્લા પંચાયતની 20 બેઠકો, બોટાદ નગરપાલિકાની 44 અને બરવાળા નગરપાલિકાની 24 બેઠકોના ઉમેદવારો નક્કી કરી દેવાયા છે. કોંગ્રેસે આ વખતે પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ જિલ્લા પ્રમુખ જેવા દિગ્ગજોને રીપીટ (Repeat) કર્યા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપી છે. ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. મોટાભાગના ઉમેદવારો આજે અને આવતીકાલે પોતાના ઉમેદવારી પત્ર (Nomination Form) રજૂ કરશે.

Advertisement

સુરતમાં યાદી જાહેર કરવાને બદલે ફોન પર અપાઈ સૂચના

સુરતમાં કોંગ્રેસ પક્ષમાં ટિકિટ ફાળવણીને લઈને ખાસ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. અગાઉ જાહેર કરાયેલી 26 ઉમેદવારોની યાદીને લઈને કાર્યકરોમાં ભારે વિરોધ (Protest) અને નારાજગી જોવા મળી હતી. આ આંતરિક કલહને ખાળવા માટે કોંગ્રેસ નેતાઓએ બાકીની બેઠકો માટે સત્તાવાર યાદી બહાર પાડવાને બદલે સંભવિત ઉમેદવારોને ફોન દ્વારા તૈયાર રહેવા અને ફોર્મ ભરવા જાણ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજ સુધીમાં તમામ નામોની આધિકારિક જાહેરાત (Official Announcement) થઈ શકે છે.

Advertisement

ભાવનગરમાં 'વિજય સંકલ્પ પદયાત્રા' સાથે શક્તિપ્રદર્શન

ભાવનગરમાં કોંગ્રેસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભવ્ય શક્તિપ્રદર્શનનું આયોજન કર્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણી લડનારા તમામ વોર્ડના ઉમેદવારો આજે 'વિજય સંકલ્પ પદયાત્રા' (Vijay Sankalp Padayatra) સ્વરૂપે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચશે. સવારે 11 કલાકે ભીડભંજન મહાદેવના મંદિરેથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો જોડાયા છે.

બનાસકાંઠામાં મતદાર યાદીમાં નામ ન હોવાથી ઉમેદવારનું ફોર્મ અટવાયું

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર અને નિવૃત નાયબ કાર્યપાલક ઇજનેર ગોવિંદ ચૌધરી જ્યારે મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે તંત્રએ તેમનું ફોર્મ સ્વીકાર્યું નહોતું. તપાસ કરતા જાણવા મળ્યું કે વડગામની મતદાર યાદીમાં (Voters List) ઉમેદવારનું નામ જ ન હોવાથી ટેકનિકલ કારણોસર તેમનું ફોર્મ અટવાઈ ગયું છે, જેનાથી સ્થાનિક કોંગ્રેસ છાવણીમાં દોડધામ મચી ગઈ છે.

આ પણ વાંચો: BJP Candidate List: નર્મદા અને વડોદરામાં ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ભૂકંપ

Tags :
Advertisement

.

×