Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શું તમે કોઈને બેંક ખાતું ભાડે આપ્યું છે? Bhavnagar ના આ કિસ્સાથી સમગ્ર રાજ્યમાં હડકંપ!

ભાવનગર પોલીસે ₹21.37 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી 10 માંથી 9 આરોપીઓની ધરપકડ કરી છે. 134 મ્યુઅલ એકાઉન્ટ્સ દ્વારા વિદેશી હવાલા ઓપરેશન ચલાવતી આ ગેંગ વિરુદ્ધ ગુજરાતનો બીજો સાયબર ગુજસીટોક (GUJCTOC) ગુનો નોંધાયો છે. આ કેસમાં 272 અરજીઓ અને કરોડોના શંકાસ્પદ વ્યવહારોની તપાસ ચાલુ છે.
શું તમે કોઈને બેંક ખાતું ભાડે આપ્યું છે  bhavnagar ના આ કિસ્સાથી સમગ્ર રાજ્યમાં હડકંપ
Advertisement
  • Bhavnagar માં સાયબર ક્રાઇમના ગુજસીટોકનો ગુનો નોંધાયો
  • ગુજરાતનો બીજો સાયબર ક્રાઇમ ગુજસીટોક ગુનો નોંધાયો
  • અંદાજિત રૂપિયા 21 કરોડની લેતી દેતી થયાની આશંકા

Bhavnagar: ગુજરાતમાં સાયબર ક્રાઈમ (Cyber Crime) ક્ષેત્રે એક મોટી કાર્યવાહી કરતા ભાવનગર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્રોડનો પર્દાફાશ કરતાં ખળભળાટ મચી ગયો છે. 21 કરોડના આ આ મહા ફ્રોડની ગંભીરતાને જોતા પોલીસ ભાવનગર પોલીસ દ્વારા 'ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ' (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.  રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સામાં આ બીજો ગુજસીટોક ગુનો છે. સાથે જ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક ફરાર છે.  ભાવનગર પોલીસની આ કાર્યવાહીથી સમગ્ર રાજ્યોમાં હડકંપ મચી ગયો છે.

વ્યાજની લાલચ આપી ખોલાવ્યા 'મ્યુઅલ એકાઉન્ટ'

ભાવનગરની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ નિર્દોષ લોકોને વધુ વ્યાજની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતી હતી. આ એકાઉન્ટ્સ ટેકનીકલ ભાષામાં 'મ્યુઅલ એકાઉન્ટ' (Mule Accounts) તરીકે ઓળખાય છે. આ ગેંગ દ્વારા કુલ 134 જેટલા આવા એકાઉન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. એકવાર એકાઉન્ટ ખૂલી જાય પછી, ગેંગના સભ્યો તે ખાતાધારકો પાસેથી ડેબિટ કાર્ડ (ATM), પાસબુક (Passbook) અને ચેકબુક (Cheque book) પડાવી લેતા હતા જેથી તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે થઈ શકે.

Advertisement

21 કરોડથી વધુનું સાયબર કૌભાંડ

પોલીસ તપાસ દરમિયાન આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. આ સમગ્ર નેટવર્ક દ્વારા કુલ ₹21,37,22,197 નું સાયબર ફ્રોડ (Cyber Fraud) આચરવામાં આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 272 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ (Complaints) નોંધાઈ છે, જેમાંથી ₹8.11 કરોડના સીધા બેંક ટ્રાન્ઝેક્શન (Bank Transactions) મળી આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ નાણાકીય વ્યવહારો વિદેશી સ્થળો (Foreign locations) સાથે જોડાયેલા છે, જે સ્પષ્ટ કરે છે કે આ એક મોટું આંતરરાષ્ટ્રીય હવાલા ઓપરેશન (International Hawala Operations) છે.

Advertisement

ગેંગના 9 શખ્સોની ધરપકડ, એક ફરાર

આ વ્યવસ્થિત રીતે ચાલતા સંગઠિત ગુનાખોરીના નેટવર્કમાં (Organized Crime Network) કુલ 10 સભ્યો સામેલ હતા. દરેક સભ્યને સ્પષ્ટ ભૂમિકા (Specific Role) સોંપવામાં આવી હતી, જેમ કે એકાઉન્ટ હોલ્ડર શોધવા, બેંકિંગ ડોક્યુમેન્ટ્સ હેન્ડલ કરવા અને નાણાંની હેરફેર કરવી. પોલીસે આ ગેંગના 9 લોકોની ધરપકડ કરી છે, જેમાં આર્યન ઉર્ફે લખન જોશેતા, શૈલેષ ચૌધરી, રાહુલ ગોહિલ, માહિન કુરેશી, યુનુસ કુરેશી, મિહિર સરવૈયા, અમન ઓફથાની, સાફિન કુરેશી અને હર્ષદસિંહ સરવૈયા અને દીપક ગોહિલનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય આરોપી પૈકીનો એક દશરથ ધાંધલા હાલ ફરાર (Absconding) છે.

આ પણ વાંચોઃ Bhavnagar માં મદદનીશ કલેક્ટરના ડ્રાઈવરે 14 લાખની લાંચ માંગી! 15 દિવસ બાદ FIR, જાણો મામલો

Tags :
Advertisement

.

×