Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Disturbed Areas Act: કલેક્ટરની મંજૂરી વગર મકાન વેચ્યું તો સીધા જેલ ભેગા થશો! 93 લાખનો સોદો ભારે પડ્યો

LCB Bhavnagar: ભાવનગરના ક્રેસન્ટ વિસ્તારમાં અશાંતધારાનો ભંગ કરીને કલેક્ટરની મંજૂરી વિના રૂ. 93 લાખમાં મિલકત વેચવા બદલ મકાન માલિક દર્શરાજસિંહ ગોહિલ અને ખરીદનાર અલારખ ગીગાણી વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. LCB ની તપાસ બાદ નોંધાયેલો આ ગુનો રાજ્યનો બીજો અને ભાવનગરનો પ્રથમ છે, જેની તપાસ અત્યારે પોલીસ ચલાવી રહી છે.
disturbed areas act  કલેક્ટરની મંજૂરી વગર મકાન વેચ્યું તો સીધા જેલ ભેગા થશો  93 લાખનો સોદો ભારે પડ્યો
Advertisement
  • ભાવનગરમાં Disturbed Areas Act ભંગ બદલ ગુનો થયો રજીસ્ટર
  • રાજ્યનો બીજો અને ભાવનગરનો અશાંતધારા હેઠળનો પ્રથમ ગુનો
  • LCBની તપાસમાં અશાંતધારાના ભંગનો થયો પર્દાફાશ
  • ક્રેસન્ટ વિસ્તારમાં કલેક્ટરની પરવાનગી વગર મિલકત વેચાતા કડક પગલાં
  • રૂ. 93 લાખમાં મિલકતની ગેરકાયદે તબદીલી બદલ પોલીસ ફરિયાદ દાખલ
  • મકાન વેચનાર દર્શરાજસિંહ ગોહિલ વિરૂદ્ધ નોંધવામા આવ્યો ગુનો
  • મકાન ખરીદનાર અલારખ ગીગાણી સામે પણ ગુનો નોંધાયો

Disturbed Areas Act: ગુજરાતમાં સાંપ્રદાયિક સદભાવ જાળવવા અને મિલકતોની ગેરકાયદે તબદીલી રોકવા માટે અમલી 'અશાંતધારા' (Disturbed Areas Act) ના કડક અમલીકરણના ભાગરૂપે ભાવનગરમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરના ક્રેસન્ટ (Crescent) વિસ્તારમાં આવેલી એક કિંમતી મિલકતને કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના વેચી દેવાના મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Local Crime Branch - LCB) ની તપાસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસ ગુજરાત રાજ્યનો બીજો અને ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકનો અશાંતધારા હેઠળનો પ્રથમ ગુનો હોવાનું સામે આવ્યું છે.

LCBની તપાસમાં થયો પર્દાફાશ

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ, ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી એક અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભાવનગર શહેરના વોર્ડ નં. 5 (Ward No. 5), શીટ નં. 135 અને સીટી સર્વે નં. 4463 ધરાવતા ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ પ્લોટ નં. 567/એ1, એ/2/ઈ વાળી મિલકત જે અશાંતધારા હેઠળના જાહેર થયેલા વિસ્તારમાં આવે છે, ત્યાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. મિલકત માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ (Darshrajsinh Dharmendrasinh Gohil) દ્વારા આ મિલકત વેચવા માટે કલેક્ટર (Collector) ની જરૂરી પરવાનગી મેળવવામાં આવી નહોતી.

Advertisement

Advertisement

93 લાખનો સોદો અને કાયદાકીય શિકંજો

મિલકત માલિકે ગુજરાત અશાંતધારા વિસ્તારમાં સ્થાવર મિલકત તબદીલ અધિનિયમ-1991 (Gujarat Disturbed Areas Act 1991) હેઠળ કોઈ પણ મંજૂરી લીધા વિના, આ મિલકત અલારખભાઈ કાદરભાઈ ગીગાણી (Alarakhbhai Kadarbhai Gigani) ને કુલ રૂ. 93,00,000/- માં વેચી દીધી હતી. આ ગંભીર બેદરકારી અને કાયદાના ઉલ્લંઘન બદલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (Sub Divisional Magistrate - SDM) ને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. SDM ના આદેશ બાદ સિટી મામલતદાર (City Mamlatdar) કે.બી. ચાંદલિયા (K.B. Chandliya) દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશન (Ghogha Road Police Station) માં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગેરકાયદે દસ્તાવેજો કરનારા તત્વોમાં ફફડાટ

પોલીસે આ મામલે મકાન વેચનાર દર્શરાજસિંહ ગોહિલ અને ખરીદનાર અલારખભાઈ ગીગાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે 'સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમ' ની કલમ 5 અને 9(એ) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ કેસની વધુ તપાસ LCB ના પો.સ.ઈ. વી.સી. જાડેજા (V.C. Jadeja) ચલાવી રહ્યા છે. આ કડક કાર્યવાહીથી મિલકત બજારમાં ગેરકાયદે દસ્તાવેજો કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Junagadh Ashant Dharo: જૂનાગઢના આ વિસ્તારોમાં મિલકત તબદીલી પર પ્રતિબંધ, જાણો કઈ સોસાયટીઓને થશે અસર

Advertisement

.

×