લ્યો બોલો... શિક્ષકે Dummy Student બની 2 પેપર આપ્યા તો પણ ખબર ના પડી! આ રીતે થયો પર્દાફાશ
ભાવનગરના મહુવામાં ધોરણ 12 ની રીપીટર પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાનું કૌભાંડ ઝડપાયું છે. કરાર આધારિત શિક્ષક ધાર્મિક ઢાપાએ અન્ય વિદ્યાર્થીના બદલામાં પરિક્ષા આપી છે. સીસીટીવી અને દસ્તાવેજોની ચકાસણી બાદ શિક્ષણ વિભાગના નિરીક્ષકે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે વધુ તપાસ ચાલુ છે.
Advertisement
- Bhavnagar માં Dummy Student કાંડનો થયો પર્દાફાશ
- મહુવામાં કરાર આધારિત શિક્ષકનું કારસ્તાન
- HSCની રીપીટ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બની આપી પરીક્ષા
- શિક્ષક ધાર્મિક ઢાપાએ ડમી વિદ્યાર્થી બની બોર્ડના પેપર આપ્યા
Bhavnagar Dummy Student Scam: ભાવનગર જિલ્લાના મહુવા (Mahuva) તાલુકામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં હડકંપ મચાવતી ઘટના સામે આવી છે. ધોરણ 12 ની રીપીટર પરીક્ષામાં અસલ વિદ્યાર્થીને બદલે ડમી વિદ્યાર્થીએ શિક્ષક બની પરીક્ષા આપતા ઝડપાઈ ગયો છે. આ કિસ્સામાં સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, જે ડમી ઉમેદવાર પકડાયો છે તે પોતે એક કરાર આધારિત શિક્ષક (Contractual Teacher) છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.

