Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka : અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, યુવતીને શ્વાનની માફક જમીન પર ચલાવી

ભૂત ઉતારતા હોવાનો વાયરલ વીડિયોમાં દાવો કરાયો છે જેસા વાઘેલા નામના ભૂવા વળગાડ ઉતારી રહ્યા છે
dwarka   અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા  યુવતીને શ્વાનની માફક જમીન પર ચલાવી
Advertisement
  • એક યુવતી સાથે ભૂવાએ કર્યું અમાનવીય વર્તન
  • દ્વારકાના રાવલ વિસ્તારની ઘટનાથી હડકંપ
  • જેસા વાઘેલા નામના ભૂવાની કરતૂત આવી સામે

Dwarka : અંધશ્રદ્ધા ( Superstition) માં વધુ એક યુવતી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. જેમાં એક યુવતી સાથે ભૂવાએ અમાનવીય વર્તન કર્યું છે. દ્વારકાના રાવલ વિસ્તારની ઘટનાથી હડકંપ મચ્યો છે. જેમાં વળગાડ હોવાનું કહી યુવતીને ઘૂંટણિયે ચલાવી છે. જેસા વાઘેલા નામના ભૂવાની કરતૂત સામે આવી છે. જેમાં યુવતીને શ્વાનની માફક જમીન પર ચલાવે છે. તેમાં વીડિયો વાયરલ થતાં દ્વારકા જિલ્લામાં હડકંપ મચ્યો છે. અવારનવાર આ પ્રમાણે થતું હોવાનો દાવો પણ સ્થાનિકો કરી રહ્યાં છે.

દ્વારકામાં અંધશ્રદ્ધાનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે

દ્વારકામાં અંધશ્રદ્ધા ( Superstition) નો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દ્વારકા (Dwarka) ના રાવલ વિસ્તારના વીડિયોએ ચકચાર જગાવી છે. તેમાં વાયરલ વીડિયોમાં યુવતી શ્વાનની જેમ જ ચાલી રહી છે. ભૂત ઉતારતા હોવાનો વાયરલ વીડિયોમાં દાવો કરાયો છે. જેસા વાઘેલા નામના ભૂવા વળગાડ ઉતારી રહ્યા છે. આમના માથેથી અંધશ્રદ્ધાનું ભૂત ક્યારે ઉતરશે તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે. હિંગળાજ માતાજીના ભૂવા દ્વારા વડગાળ અને જોડ કાઢવા મામલે ભૂત અથવા વળગાડ ઉતરે ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા હોવાનો સ્થાનિકોમાં ચર્ચા છે.
પીડિતોને વળગાડ હોય તો અહીં ઉતરવા આવતા હોવાની લોકમુખે ચર્ચા છે. જેમાં અંધશ્રદ્ધાનો વધુ એક વીડિયો સામે આવતા ચર્ચા જાગી છે.

Advertisement

અંધશ્રદ્ધામાં 25 વર્ષીય મહિલાની મોત થઈ હોવાનો મામલો સામે આવ્યો

અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મઢી ગામ પાસે અંધશ્રદ્ધા ( Superstition) માં 25 વર્ષીય મહિલાની મોત થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. દ્વારકા (Dwarka) તાલુકાના વચલી ઓખા મઢી દરગાહ સામેના સીમ વિસ્તારમાં ખંડેર મંદિરમાં 25 વર્ષીય મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. અંધશ્રદ્ધામાં 25 વર્ષીય મહિલાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતુ.

Advertisement

મેલુ કાઢવા ઢોર માર મારવામાં આવતા મહિલાનું મોત થયું

ઘરના જ ભૂવાઓએ મહિલાને મેલા વરગાડ હોવાનું કહી માર મારતા રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં. વ. 25, રહે. આરંભડા) નામની મહિલાનું મોત થયું હતું. વચલી ઓખા મઢી ગામે ખંડેર જેવા મંદિરમાં વિધિમાં મહિલાને મેલું હોઈ એવું જણાવી મેલું કાઢવા ઢોર માર મારવામાં આવતા મહિલાનું મોત થયું હતું. મહિલાને મોતને ઘાટ ઉતારી દેનારા ઘરના જ ભૂવાઓ નીકળ્યા હતા. જોકે, 5 આરોપી મહિલાના દિયર અને જેઠ જ હતા. આ તમામ ભૂવાઓએ મેલુ કાઢવા મહિલાને સાંકળો મારી હતી. જોકે, ઢોર માર મારતા મહિલાનું મોત થયું હતું. જ્યારે પોલીસે 5 આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: Gold Rate: સોનાએ ઇતિહાસ રચ્યો... 10 ગ્રામ સોનાનો ભાવ હવે રૂ.1 લાખને પાર

Tags :
Advertisement

.

×