Bhavnagar Election: 30 વર્ષનું શાસન કે પરિવર્તનની લહેર? ભાવનગર મનપાની ચૂંટણીમાં કોણ મારશે બાજી?
- Bhavnagar મનપાની 52 બેઠકો પર જામ્યો ખરાખરીનો જંગ
- 13 વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
- પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજનું જોવા મળ્યું પ્રભુત્વ
- ભાજપ-કોંગ્રેસે કોળી સમાજના નેતાઓ પર ખેલ્યો દાવ
- કુંભારવાડા, નારી અને સીદસર વોર્ડમાં જબરદસ્ત રસાકસી
Bhavnagar Election: ભાવનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી (AAP) મેદાનમાં ન હોવાથી મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો બની રહ્યો છે. શહેરના 13 વોર્ડની ૫૨ બેઠકો કબજે કરવા માટે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.
Bhavnagar મનપાની 52 બેઠકો પર જામ્યો ખરાખરીનો જંગ
ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજનું (Koli Community) ભારે પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. 13 વોર્ડ પૈકીના ૫ વોર્ડમાં કોળી સમાજની વસ્તી નિર્ણાયક હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ આ જ્ઞાતિના નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ખાસ કરીને કુંભારવાડા, નારી, ફુલસર અને સીદસર વોર્ડમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને કારણે જબરદસ્ત રસાકસી સર્જાઈ છે.
ભરતનગર: કોંગ્રેસનો અજેય કિલ્લો
પૂર્વ વિસ્તારની વાત કરીએ તો, ભરતનગર (Bharatnagar) વોર્ડ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસનો અજેય ગઢ રહ્યો છે. અહીં ભરતભાઈ બુધેલીયાની પેનલ સતત વિજેતા બનતી આવી છે. 30 વર્ષથી મનપા પર શાસન ભોગવતા ભાજપ માટે આ સીટ આંચકી લેવી એ સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.
ભાજપનું એકહથ્થુ શાસન
ઉલ્લેખનીય છે કે, ભાવનગર મનપા પર છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. ગત ટર્મમાં ૫૨ બેઠકોમાંથી 44 બેઠકો જીતીને ભાજપે કોર્પોરેશનનું સુકાન સંભાળ્યું હતું. જોકે, આ વખતે બદલાયેલા સમીકરણો અને સીધી ટક્કર વચ્ચે ભાજપ પોતાનો ગઢ સાચવી રાખે છે કે કોંગ્રેસ ગાબડું પાડવામાં સફળ રહે છે, તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: LIVE:Gujarat Local Body Election LIVE: ગામડે-ગામડે જોરશોરથી પ્રચાર, મતદારોને રિઝવવા રાજકીય પક્ષોની દોડધામ


