Bhavnagar: બીલા ગામે વીજતાર તૂટી પડ્યો, PGVCL ની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ
Bhavnagar જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામની ફાતિમાં સોસાયટીમાં વીજતાર તૂટી પડ્યો હોવા છતાં PGVCL દ્વારા કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભય ફેલાયો છે. રહેવાસીઓએ વીજ વિભાગ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરી તાત્કાલિક સમારકામ અને સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે.
Advertisement
Bhavnagar in PGVCL Negligence: ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામમાં PGVCLની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે. ગામની ફાતિમાં સોસાયટી વિસ્તારમાં વીજતાર તૂટી પડ્યો હોવા છતાં લાંબા સમયથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ છે.

