Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ક્યાંક ખેડૂતે માંગી 'Ganja'ની ખેતીની મંજૂરી, તો ક્યાંક દેવું વધી જતાં સુરતની મહિલા બની drug peddler

Gujarat Agriculture Issues: અમરેલીના ખેડૂત ઘનશ્યામ ભલાળાએ ખેતીમાં નુકસાન અને મોંઘવારીથી કંટાળી સરકાર પાસે ગાંજાની ખેતીની પરવાનગી માંગી આક્રોશ વ્યક્ત કર્યો છે. બીજી બાજુ, સુરતમાં આર્થિક તંગી અને દેવાને કારણે નશીલા પદાર્થોના વેચાણ તરફ વળેલી એક વિધવા મહિલાને પોલીસે 8 કિલો ગાંજા સાથે ઝડપી પાડી છે, જે આર્થિક લાચારીની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
ક્યાંક ખેડૂતે માંગી  ganja ની ખેતીની મંજૂરી  તો ક્યાંક દેવું વધી જતાં સુરતની મહિલા બની drug peddler
Advertisement
  • મોંઘવારીના માર વચ્ચે જગતનો તાત લાચાર, સરકાર પાસે માંગી 'Ganja' ની ખેતીની પરવાનગી!
  • ખેતપેદાશોના નીચા ભાવ અને વધતા જતા ખર્ચ સામે ખેડૂતનો આક્રોશ
  • જો દારૂ અને રિવોલ્વરની પરમિટ મળતી હોય, તો અમને ગાંજો વાવવાની પરમિટ કેમ નહીં?
  • ખેતી હવે 'નફા'નો નહીં પણ 'મજબૂરી'નો વ્યવસાય બની ગઈ છે.
  • બીજી તરફ સુરતમાં દેવું વધી જતાં મહિલાએ શરૂ કર્યો ગાંજાનો કર્યો વેપાર
  • પરિવારનું ગુજરાન ચલાવવા મહિલાએ ગાંજાનો સહારો લીધો હતો
  • આર્થિક તંગીમાં મહિલા ગુનાખોરીના રસ્તે વળતા ભારે ચર્ચા

Ganja Farming Permission : ગુજરાતમાં હાલ મોંઘવારી અને આર્થિક ભીંસના કારણે સામાન્ય નાગરિકો અને ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. અમરેલી (Amreli) જિલ્લાના જાફરાબાદ (Jafrabad) તાલુકાના ટીંબી (Timbi) ગામના એક પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામ ભલાળા (Ghanshyam Bhalala) એ સરકાર પાસે અનોખી અને ચોંકાવનારી માંગ કરી છે. ખેતીમાં સતત થઈ રહેલા નુકસાન અને ખેતપેદાશોના નીચા ભાવથી કંટાળીને આ ખેડૂતે હવે 'ગાંજા' (Cannabis) ની ખેતી કરવાની પરવાનગી માંગી છે.

દારૂની પરમિટ મળે તો Ganja ની કેમ નહીં?

ખેડૂત ઘનશ્યામભાઈનું કહેવું છે કે વર્ષ 2012 ની સરખામણીએ આજે ખાતર (Fertilizer), ડીઝલ (Diesel) અને મજૂરી (Labor) ના ભાવ ત્રણ ગણા વધી ગયા છે, પરંતુ તેની સામે ઘઉં (Wheat) અને કપાસ (Cotton) જેવા પાકોના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી. તેમણે સરકાર પર આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, "જો રાજ્યમાં દારૂ (Liquor) અને રિવોલ્વર (Revolver) ની પરમિટ મળતી હોય, તો ખેડૂતોને ગાંજો વાવવાની પરમિટ કેમ નહીં?" ખેડૂતે તૈયારી દર્શાવી છે કે જો સરકાર નીતિ-નિયમો નક્કી કરે તો તેઓ નિયમ મુજબ ગાંજાની ખેતી અને વેચાણ કરવા તૈયાર છે. જો ખેતીમાં યોગ્ય ભાવ નહીં મળે તો આવનારી પેઢી ખેતી છોડી દેશે અને હિજરત (Migration) કરવા મજબૂર બનશે. તેમના મતે હવે ખેતી નફાનો નહીં પણ મજબૂરીનો વ્યવસાય બની ગઈ છે.

Advertisement

Advertisement

સીવણકામ કરતી મહિલા Ganja વેચતા પકડાઈ

બીજી તરફ, સુરત (Surat) શહેરમાંથી આર્થિક તંગીના કારણે ગુનાખોરીના રસ્તે વળેલી એક મહિલાની કહાની સામે આવી છે. સુરતના ચોકબજાર (Chowk Bazar) વિસ્તારમાં રહેતી અને સિલાઈ મશીન (Sewing Machine) ચલાવતી એક મહિલાને પોલીસે 8 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. પતિના અવસાન બાદ આ મહિલા આર્થિક ભીંસમાં આવી ગઈ હતી અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેણે ઓરિસ્સા (Odisha) થી ગાંજો મંગાવી સુરતની ઝૂંપડપટ્ટીઓમાં વેચવાનું શરૂ કર્યું હતું.

ચોકબજાર પોલીસે અંદાજે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એનડીપીએસ એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બંને કિસ્સાઓ સમાજની વરવી વાસ્તવિકતા દર્શાવે છે કે જ્યારે આર્થિક તંગી મર્યાદા વટાવે છે ત્યારે માણસ કેવા આત્યંતિક પગલાં ભરવા પ્રેરાય છે.

આ પણ વાંચો: Bhavnagar : ભાવનગર પોલીસની ઈતિહાસની સૌથી મોટી રેડ, સિહોરમાંથી પકડાયું રુ. 10 કરોડનું અફીણ-ગાંજાનું વાવેતર

Tags :
Advertisement

.

×