Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: સોશિયલ મીડિયા થકી આરોપીએ પ્રેમની વાતો કરી મહિલા કોન્સ્ટેબલને ફસાવી!

Bhavnagar: ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમાં ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સિહોરના જીગર ચાવડા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સોશિયલ મીડિયા થકી આરોપી સાથે સંપર્ક થયો હતો. તથા લગ્નની લાલચ આપીને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતુ. જેમાં ગંગાજળિયા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ થઈ છે.
bhavnagar  સોશિયલ મીડિયા થકી આરોપીએ પ્રેમની વાતો કરી મહિલા કોન્સ્ટેબલને ફસાવી
Advertisement
  • Bhavnagar: ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીની કરી ધરપકડ
  • સિહોરના જીગર ચાવડા નામના શખ્સ ઝડપાયો છે
  • સોશિયલ મીડિયા થકી આરોપી સાથે થયો હતો સંપર્ક

Bhavnagar: ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. જેમાં ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સિહોરના જીગર ચાવડા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સોશિયલ મીડિયા થકી આરોપી સાથે સંપર્ક થયો હતો. તથા લગ્નની લાલચ આપીને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતુ. જેમાં ગંગાજળિયા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ થઈ છે.

મહિલા કોન્સ્ટેબલના સંપર્કમાં ઈન્સ્ટાગ્રામ દ્વારા આવ્યો

ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સાથે સિહોરના શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જેમાં સિહોરના શખ્સે મહિલા પોલીસ કોન્સેબલને લગ્ન કરવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા.

Advertisement

Advertisement

Bhavnagar: વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફત વાતચીત શરૂ થઈ

સિહોર ખાતે રહેતો જીગર ચાવડા નામનો શખ્સ ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના સંપર્કમાં ઈન્સ્ટાગ્રામ દ્વારા આવ્યો હતો.અને બન્ને વચ્ચે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફત વાતચીત શરૂ થઈ હતી. અને જીગર ચાવડાએ મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જતાવી ફસાવી લીધી હતી.

દુષ્કર્મ આચરનાર જીગર ચાવડાની પોલીસે ધરપકડ કરી

મહિલા કોન્સ્ટેબલ તથા યુવાન વચ્ચે સંબંધ એક વર્ષ સુધી ચાલ્યો હતો. અને જિગર ચાવડાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં જુગાર ચાવડાએ મહિલા કોન્સ્ટેબલના નામે કાર ખરીદી લીધી હતી અને લાખો રૂપિયા ક્રેડિટ કાર્ડ વડે મેળવી લીધા હતા. દરમિયાનમાં જાતિનું કરણ બતાવી લગ્ન કરવા માટે ઇનકાર કરી દીધો હતો. મહિલા પોલીસ કોન્સ્ટેબલે મનાવવાનો પ્રયાસ કર્યો પણ શખ્સ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર હકીકત મહિલાએ પોલીસ અધિકારીને જણાવતા જીગર ચાવડા વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ આચરનાર જીગર ચાવડાની પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા વર્ષની પ્રથમ પરીક્ષામાં જ બેદરકારી સામે આવી

Tags :
Advertisement

.

×