Bhavnagar માં અનોખી ચોરી: તસ્કરો ઘરેણાં નહીં પણ કલરની 119 ડોલ ચોરી ગયા
- ભાવનગરના ગારીયાધારમાં શાલીમાર પેઈન્ટ્સના ગોડાઉનમાં ચોરી (Gariadhar Godown Paints Theft)
- સુખનાથ મંદિર સામેના ગોડાઉનની જાળી તોડી ચોરોએ પ્રવેશ કર્યો
- કુલ 119 કલરની ડોલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું
- ચોરીની રકમ 4 લાખ 83 હજાર 350 રૂપિયાની અંદાજિત
- ગોડાઉન માલિકે આજે ગારીયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવી
Gariadhar Godown Paints Theft : ભાવનગર (Bhavnagar) જિલ્લાના ગારિયાધાર (Gariadhar) શહેરમાં ચોરીની એક એવી ઘટના બની છે જેણે સ્થાનિક વેપારીઓ અને પોલીસ તંત્રને પણ અચંબિત કરી દીધા છે. સામાન્ય રીતે તસ્કરો સોના-ચાંદીના દાગીના કે રોકડ રકમની શોધમાં હોય છે, પરંતુ અહીં તસ્કરોએ કલરના ગોડાઉનને નિશાન બનાવી લાખો રૂપિયાની કિંમતના કલરના ડબ્બા (Paint Buckets) ની ચોરી કરી છે.
Gariadhar Godown Paints Theft : સુખનાથ મંદિર પાસેના ગોડાઉનમાં ખાતર પડ્યું
ગારિયાધારના સુખનાથ મંદિરની બિલકુલ સામે શાલીમાર પેઈન્ટ્સ (Shalimar Paints) નું એક મોટું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં ચોરો પૂર્વ આયોજિત કાવતરું રચીને ત્રાટક્યા હતા. તસ્કરોએ ગોડાઉનની મજબૂત લોખંડની જાળી તોડી નાખી હતી અને અંદર પ્રવેશ કર્યો હતો. ગોડાઉનમાં રહેલા કલરના સ્ટોકમાંથી કિંમતી ગણાતી કલરની કુલ 119 ડોલ પર હાથ સાફ કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા.
Bhavnagar : લો ચોર કલરના ડબ્બા ચોરી ગયા | Gujarat First
ભાવનગરના ગારીયાધારમાં શાલીમાર પેઈન્ટ્સના ગોડાઉનમાં ચોરી
સુખનાથ મંદિર સામેના ગોડાઉનની જાળી તોડી ચોરોએ પ્રવેશ કર્યો
કુલ 119 કલરની ડોલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું
ચોરીની રકમ 4 લાખ 83 હજાર 350 રૂપિયાની અંદાજિત
1… pic.twitter.com/2jKEAkgtrJ— Gujarat First (@GujaratFirst) February 18, 2026
રૂપિયા 4.83 લાખની મત્તાની ચોરી
જ્યારે ગોડાઉન માલિકે સ્ટોકની તપાસ કરી ત્યારે આ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, ચોરી થયેલા કલરના જથ્થાની કુલ કિંમત 4,83,350 રૂપિયા જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં કલરના ડબ્બા લઈ જવા માટે તસ્કરોએ ચોક્કસપણે કોઈ વાહનનો ઉપયોગ કર્યો હોવો જોઈએ. મહત્વની વાત એ છે કે આ ચોરી 1 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન કોઈ પણ સમયે થઈ હોવાનું મનાય છે. લાંબા સમય સુધી ગોડાઉન બંધ રહેતા તસ્કરોને આરામથી ચોરી કરવાનો મોકો મળી ગયો હતો.
પોલીસ તપાસ અને સુરક્ષા સામે સવાલ
આ મામલે ગોડાઉન માલિકે ગારિયાધાર પોલીસ સ્ટેશન (Gariadhar Police Station) માં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ગારિયાધારના વેપારી મંડળમાં ચિંતા જગાવી છે, કારણ કે આટલી મોટી માત્રામાં માલસામાનની ચોરી થવી તે કાયદો અને વ્યવસ્થા સામે મોટો પડકાર છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આમાં કોઈ જાણભેદુની સંડોવણી છે કે કેમ.
આ પણ વાંચો : Bhavnagar: ખનીજ માફિયાઓ પર સકંજો, શેત્રુંજી નદીમાં ખનીજ વિભાગની કડક કાર્યવાહી


