Bagdana Ashram Warning: બજરંગદાસ બાપાના ફોટોના ઉપયોગ સામે બગદાણા આશ્રમની નારાજગી
સોશિયલ મીડિયા પર ફોલોવર્સ વધારવા માટે બજરંગદાસ બાપાના ફોટા અવનવી ડિઝાઇનમાં વાયરલ કરવાના વધતા વલણ સામે બગદાણા આશ્રમે ભારે નારાજગી વ્યક્ત કરી છે. આશ્રમે સ્પષ્ટ કર્યું છે કે અવતારી પુરુષ બાપાએ આખી જિંદગી માત્ર રામ નામની ભક્તિ કરી છે, તેથી AI ટેકનોલોજીની મદદથી તેમની તસવીરોનો દુરુપયોગ કરતી પોસ્ટ્સ સોશિયલ મીડિયામાં શેર ન કરવા માટે તમામ ભક્તો અને યુઝર્સને વિશેષ અપીલ કરવામાં આવી છે.
Advertisement
Bhavnagar Bagdana Ashram Warning: સોશિયલ મીડિયા (Social Media) ના આજના યુગમાં લાઈક્સ અને ફોલોવર્સ (Followers) વધારવા માટે વિવિધ ધાર્મિક મહાપુરુષો અને સંતોની છબીઓનો દુરુપયોગ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરમાં બાપા સીતારામ એટલે કે સંત શિરોમણી બજરંગદાસ બાપા (Bajrangdas Bapa) ના ફોટોના સોશિયલ મીડિયા પર થઈ રહેલા અયોગ્ય ઉપયોગને લઈને બગદાણા આશ્રમ (Bagdana Ashram) દ્વારા ગંભીર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આશ્રમ દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર બાપાના ફોટાનો મનસ્વી કે અવનવી ડિઝાઇનમાં ઉપયોગ કરવો નહીં.
બજરંગદાસ બાપાના ફોટોના ઉપયોગને લઇ આશ્રમની નારાજગી
પ્રાપ્ત વિગતો અનુસાર, આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI Technology) ની મદદથી બજરંગદાસ બાપાના ફોટો અને વીડિયો અવનવી ડિઝાઇનમાં બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા બગદાણા આશ્રમે જણાવ્યું છે કે બજરંગદાસ બાપા એક મહાન અવતારી પુરુષ હતા અને તેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર રામ નામ સાથે ભક્તિ અને માનવસેવા કરી હતી.

