Bhavnagar : ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! ડુંગળીના ભાવમાં રૂ.300 સુધીનો કડાકો
મહુવાના માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવને લઈને એવી સ્થિતિ સર્જાઈ છે કે ખેડૂતોની મહિનાઓની મહેનત સામે અનેક સવાલો ઊભા થયા છે. થોડા સમય પહેલાં જે પાક સારા વળતરની આશા જગાવતો હતો, તેના ભાવમાં આવેલા અચાનક ફેરફારે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂત સંગઠન પણ આ મુદ્દે આગળ આવ્યું છે.
Advertisement
Bhavnagar જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં અચાનક મોટો ઘટાડો નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મળતી માહિતી પ્રમાણે ડુંગળીના ભાવમાં રૂ.200થી રૂ.300 સુધીનો ઘટાડો થયો છે. અગાઉ રૂ.900 સુધી પહોંચેલા ભાવ હવે રૂ.500થી રૂ.600ની આસપાસ મળતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ સામે પૂરતું વળતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ભાવમાં આવેલા આ ઘટાડાથી ડુંગળી પકવતા ખેડૂતોની આર્થિક ગણતરી ખોરવાઈ ગઈ છે.

