Gujarat Local Elections : ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
- ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીની સીધી ટક્કર
- સિહોર નગરપાલિકામાં ત્રિપાકિયો જંગ મળ્યો છે
- પોલીસે પણ મોરચો સંભાળી પોઈન્ટ પર કર્મચારીઓને બેસાડી દીધા
Gujarat Local Elections : ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીનો મહાજંગ જામ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાની ગારીયાધાર સિહોર અને તળાજા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ અનેરો છે. ગારીયાધાર નગરપાલિકામાં ત્રિપાંખિયો જંગ છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી સાથે સીધી ટક્કર છે તેમાં 55 જેટલા ઉમેદવાર સામસામે ટકરાઇ રહ્યાં છે. તે સાથે તળાજા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર છે. જેમાં 7 વોર્ડમાં 28 બેઠક માટે 60 જેટલા ઉમેદવારોનો સીધો મુકાબલો થઇ રહ્યો છે.
સિહોર નગરપાલિકામાં ત્રિપાંખિયો જંગ મળ્યો છે
સિહોર નગરપાલિકામાં ત્રિપાંખિયો જંગ મળ્યો છે. તેમાં ભાજપ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના 56 જેટલા ઉમેદવારો આમને સામને આવ્યા છે. ભાવનગર જિલ્લાની સિહોર, તળાજા અને ગારિયાધાર નગરપાલિકાની 92 બેઠકની સામાન્ય ચૂંટણી, તળાજા તાલુકા પંચાયતની 30-ઉંચડી, 16-નવાજૂઆ રાજપરા, ભાવનગર ગ્રામ્ય તા.પં.ની 11-લાખણકા, સિહોર તા.પં.ની 21-વળાવડ, 18-સોનગઢ બેઠક અને ભાવનગર મનપાના વોર્ડ નં.3માં 1 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. તેમજ બોટાદ જિલ્લામાં બોટાદ ન.પા.ની 32 બેઠક માટે મધ્યસત્ર, બોટાદ જિલ્લા પંચાયતની 14-પાળિયાદ સીટ માટે પેટા ચૂંટણી અને ગઢડા ન.પા.ની 24 બેઠક માટે સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે.
પોલીસે પણ મોરચો સંભાળી પોઈન્ટ પર કર્મચારીઓને બેસાડી દીધા
ગઇકાલે અંતિમ કલાકો સુધી રાજકીય પક્ષો, ચૂંટણી લડવા ઉભેલા ઉમેદવારો, કાર્યકરોએ મતદારોને રિઝવવા માટેના તમામ પ્રયાસો કર્યો હતો. તો બીજી તરફ આજે ચૂંટણી નિર્ભયતાથી સંપન્ન થાય તે માટે ચૂંટણી અને પોલીસ તંત્રે પણ ખડેપગે છે. બન્ને જિલ્લામાં ઉભા કરાયેલા જુદા-જુદા સ્ટ્રોગરૂમ-રિસિવિંગ સેન્ટરો પરથી ચૂંટણી ફરજમાં રહેલા કર્મચારીઓને ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણી સાહિત્યની વહેચણી કરી તેમના મતદાન મથકો ઉપર આવી ગયા છે. મતદાનના એક દિવસ અગાઉ જ પોલીસે પણ મોરચો સંભાળી ડયૂટી ફાળવી પેટ્રોલીંગ કરી ડયૂટી પોઈન્ટ પર કર્મચારીઓને બેસાડી દીધા હતા.
આ પણ વાંચો: Gujarat Local Elections : Gandhinagar Taluka Panchayat ચૂંટણીમાં EVM ખોટકાયા