ગુજરાતમાં મેઘમહેર: નર્મદામાં નદીઓ છલકાઈ, ભાવનગર અને વિછીયા પંથકમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain News: ગુજરાતમાં મેઘમહેર જામી છે. નર્મદાના સાગબારા અને ડેડીયાપાડામાં ભારે વરસાદથી નદીઓ છલકાઈ છે અને ડુમખલથી મહારાષ્ટ્ર જતો રસ્તો બંધ થયો છે. બીજી તરફ ભાવનગરના પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે, જ્યારે વિછીયા પંથકમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
Advertisement
Gujarat Rain News: નર્મદા (Narmada) જિલ્લાના સાગબારા (Sagbara) અને ડેડીયાપાડા (Dediapada) વિસ્તારમાં સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે સ્થાનિક નદીઓ છલકાઈ ગઈ છે અને સર્વત્ર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ડેડીયાપાડાના ડુમખલ (Dumkhal) પાસે આવેલી તારવ નદી (Tarav River) માં વ્યાપક પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે. નદીના પાણીના પ્રવાહ એટલો તેજ હતો કે ડુમખલ ગામથી મહારાષ્ટ્ર (Maharashtra) તરફ જતા મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા, જેને પગલે વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી છે.

