Gujarat: કથાકાર મોરારીબાપુએ આવતા વર્ષે મહુવા જિલ્લો બને તેવી આશા વ્યક્ત કરી
- ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરતી વખતે બોલ્યા મોરારીબાપુ
- આવતા વર્ષે મહુવા જિલ્લો બને તેવી આશા વ્યક્ત કરી
- ધારાસભ્ય અહીં બેઠા છે, મહુવાને લાભ મળેઃ મોરારીબાપુ
કથાકાર Morari Bapu એ નવા જિલ્લાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેમાં ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરતી વખતે મોરારીબાપુ બોલ્યા હતા. તેમાં આવતા વર્ષે મહુવા જિલ્લો બને તેવી આશા વ્યક્ત કરી છે. જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધુ મોકો મળે. તેમજ મોરારીબાપુએ જણાવ્યું છે કે ધારાસભ્ય અહીં બેઠા છે, મહુવાને લાભ મળે. તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ સમારંભ યોજાયો હતો તેમાં મોરારીબાપુએ નવા જિલ્લાની ઈચ્છા વ્યક્ત કરી છે.
બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન મુદ્દે વિવાદ સતત વકર્યો
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) વિભાજન મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. ધાનેરા, કાંકરેજ (Kankraj) બાદ હવે દિયોદરમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. અગાઉ દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માગ સાથે સ્થાનિક બજારો સજ્જડ બંધ રહ્યા હતા. લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ અને કોંગ્રેસનાં (Congress) નેતાઓ એકમંચ પર આવ્યા હતા અને આવેદનપત્ર આપીને સરકારને ફેર વિચારણા કરવા રજૂઆત કરી છે. જ્યારે બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સૂર બદલાયા હોય તેમ લાગી રહ્યું છે.
ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં વિરોધનો સૂર
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) વિભાજનને લઈને ધાનેરા, કાંકરેજ બાદ હવે દિયોદરમાં (Deodar) વિરોધનો સૂર ઊઠ્યો છે. સરકારનાં આ નિર્ણય સામે સ્થાનિક બજારો બંધ રહ્યા હતા. સાથે જ લોકોએ રસ્તા પર ઉતરીને આવેદન પત્ર પાઠવી આ નિર્ણય પાછો લેવા અને ફેર વિચારણા કરવા સરકારને માગ કરી છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ વિરોધમાં ભાજપ (BJP) અને કોંગ્રેસનાં નેતાઓ એકમંચ પર જોવા મળ્યા છે. આ વિરોધમાં કોંગ્રેસ આગેવાન નરસિંહ રબારી, ભાજપ આગેવાન ભરત અખાણી, ઈશ્વર તરક અને ભવાનજી ઠાકોર લોકો સાથે જોડાયા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સૂર બદલાયા!
જ્યારે બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનાં (Kirtisinh Vaghela) સૂર બદલાયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, તેમણે એવું કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાનું (Banaskantha) ક્ષેત્રફળ મોટું છે, જેથી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જિલ્લાનું વિભાજન થાય તે માટે રજૂઆત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર બનાસકાંઠા જિલ્લાનાં વિભાજનની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે અને બનાસકાંઠાની જનતાને પણ ખૂબ આનંદ થશે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ પહોંચ્યા હતા, જ્યાં વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: Surat: હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા મુસ્લિમ યુવક બન્યો હિન્દુ