Gujarat Rain : ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, કેટલાય ગામનો સીધો સંપર્ક તૂટ્યો
- તોતણીયાળા ગામ વરસાદના કારણે પ્રભાવિત થયું
- વરસાદને લઈ ઘણા ખેતરોમાં પાણી ફરી વળ્યા
- ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી
Gujarat Rain : ભાવનગરના વલ્લભીપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં તોતણીયાળા ગામ વરસાદના કારણે પ્રભાવિત થયું છે. તોતણીયાળા ગામમાં કેરી નદીના પાણી ફરી વળ્યાં છે. ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. જેમાં એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટ્યો છે. તેમજ વરસાદને લઈ ઘણા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
Gujarat Heavy Rain : Bhavnagar ના મહુવામાં પડ્યો ધોધમાર વરસાદ । Gujarat First#Gujarat #bhavnagar #Rains #saurashtrarain #rainalert #rainingujarat #Weather #gujaratheavyrain #gujaratfirst pic.twitter.com/7RrHvtLXKt
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
ભાવનગરના પાલીતાણામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ભાવનગરના પાલીતાણામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. ઉંદરકા સહિતના 10 થી 12 ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ભુંડરખા, પીપરડી, લવરડા સહિતના ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. મુખ્યમાર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી પડી રહી છે. વરસાદના કારણે ગ્રામ્ય પંથકના રોડ રસ્તાઓ ખસતા બન્યા છે. પાલીતાણાથી ભૂંડરખાને જોડતો મુખ્ય માર્ગ ધોવાયો છે. તથા ગુંદરખાથી અન્ય 10 ગામ અને જોડતો મુખ્ય માર્ગ પર ખાડા પડ્યા છે. રસ્તાનું ધોવાણ થતા ગ્રામ્ય પંથકના લોકો મુશ્કેલીમાં છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકના ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો હાલ છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
પાલીતાણાના ગુંદરખા, પીપરડી, ભાદાવાવ સહિત પંથકમાં પાણી પાણી
પાલીતાણાના ગુંદરખા, પીપરડી, ભાદાવાવ સહિત પંથકમાં પાણી પાણી થયુ છે. ખેડૂતોના ખેતરોમાં રહેલા જણસ પાકો ભારે વરસાદના કારણે ધોવાયા છે. મહામહેનતે પકાવાયેલા જુવાર, બાજરી, મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયુ છે. એક માસની મહેનત કર્યા બાદ ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો કુદરતે છીનવીયો છે. ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે. જેમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. શેત્રુંજી ડેમમાં 63860 ક્યુસેક પાણીની આવક શરૂ થતા શેત્રુંજીડેમની સપાટી 30.3 ઇંચ પહોંચી છે. શેત્રુંજી ડેમની ઓવરફ્લો સપાટી 34 ફૂટ છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઇ હવામાન વિભાગે આ શહેરોમાં આપ્યું રેડ એલર્ટ