Gujarat Rain: રાજ્યમાં 22 કલાકમાં 236 તાલુકામાં માવઠું, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ
- Gujarat Rain: અમરેલીના રાજુલામાં 8 ઇંચ થી વધુ વરસાદ
- ખેડાના ગલતેશ્વરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો
- ભાવનગરના મહુવામાં સાડા 7 ઇંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 22 કલાકમાં 236 તાલુકામાં માવઠું પડ્યુ છે. જેમાં અમરેલીના રાજુલામાં 8 ઇંચ થી વધુ વરસાદ સાથે ભાવનગરના મહુવામાં સાડા 7 ઇંચ વરસાદ તથા ખેડાના ગલતેશ્વરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા ગીરસોમનાથના ઉનામાં 5 ઇંચથી વધુ વરસાદ છે. તેમજ અમરેલીના લીલિયામાં 5 ઇંચથી વધુ વરસાદ તથા અમરેલીના સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
વડોદરા, ખાંભા, સૂત્રાપાડામાં સાડા 4 ઇંચ વરસાદ
વડોદરા, ખાંભા, સૂત્રાપાડામાં સાડા 4 ઇંચ વરસાદ સાથે તળાજા, ગીરસોમનાથ, પાટણ-વેરાવળમાં 4 ઇંચ વરસાદ તથા કોડીનાર, વલ્લભીપુર, ઉમરપાડા, બારડોલીમાં 4 ઇંચ વરસાદ અને 12 તાલુકામાં 3 ઇંચ સુધી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે. 40થી વધુ તાલુકામાં અઢીથી 2 ઇંચ સુધીનો વરસાદ છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ ખાબક્યો છે.
માવઠાનો માર, ખેડૂતની મહેનત પાણીમાં !, સાંભળો ખેડૂતની વેદના...| Gujarat First #Gujarat #UnseasonalRain #Farmers #CropsDamage #FarmersReaction #GujaratGovernment #GujaratFirst pic.twitter.com/gqco8AXtxL
— Gujarat First (@GujaratFirst) October 28, 2025
Gujarat Rain: રાત્રિના સમયે પણ ગાજવીજ સાથે મેઘકહેર યથાવત જોવા મળી
અરબસાગરમાં સર્જાયેલી ડીપ્રેશનના કારણે રાજ્યમાં પાંચ દિવસ અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસેલા વરસાદે લોકોને કારતક મહિનામાં અષાઢની યાદ અપાવી દીધી છે. સવારથી મોડી સાંજ સુધી ધોધમાર વરસાદ વરસ્યા બાદ રાત્રિના સમયે પણ ગાજવીજ સાથે મેઘકહેર યથાવત જોવા મળી રહી છે. રાત્રે 10 વાગ્યાના અરસામાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, સાપુતારા સહિતના શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી વહેતા થયા હતા.
કમોસમી વરસાદી કહેરના કારણે કફોડી હાલત ધરતીપુત્રોની બની
કમોસમી વરસાદી કહેરના કારણે કફોડી હાલત ધરતીપુત્રોની બની છે. મગફળી, કપાસ અને ડાંગર સહિતનો પાક કાપણી પર છે ત્યારે જ વરસાદ વરસતા મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. હાલમાં પાક લણવાનો સમય છે, ત્યારે જ કુદરતી આફત વરસતા ખેતરમાં રહેલા મગફળી, ડાંગરના પાથરા પાણીમાં ડૂબ્યાં છે. માવઠાંને પગલે ઘરતીપુત્રોને ડાંગર, કપાસ, તમાકુ, એરંડા, બાજરી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 28 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


