Gujarat Rain: ગરબા કેન્સલ કરવા પડશે ? વરસાદની આગાહી તો જુઓ
- Gujarat Rain: આગામી 1 સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
- સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
- કચ્છ વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 1 સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
કચ્છ વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું
કચ્છ વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દિવ, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. કચ્છ જિલ્લામાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ 40 થી 50 ની આસપાસ રહેશે. અમદાવાદ શહેરમાં આજે હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
Gujarat Rain: ભાવનગર, રાજકોટ તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે 30મી સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 1 ઓકટોબરના રોજ પણ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. સામાન્ય રીતે સિસ્ટમ જ્યાં હોય ત્યાંથી તેના દક્ષિણ તરફના વિસ્તારોમાં વધારે વરસાદ પડતો હોય છે, આ સિસ્ટમમાં પણ અરબી સમુદ્ર એટલે કે દરિયામાં ખૂબ વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે
ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2 ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. તેમજ બીજી ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ શરૂ રહેશે. તથા ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot: MLA એ રૂટ બદલાવતાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ નારાજ થયા