કાયદાનું પાલન નામ, દમ કે ઓળખ જોઈને કરવું ન જોઈએ
કાયદાનું પાલન નામ, દમ કે ઓળખ જોઈને કરવું ન જોઈએ. સમાજ સાથે ઉભા છીએ, હંમેશા ન્યાયની બાજુએ રહીશું. તેમજ માયાભાઈ ભાઈ 'માફી પ્રકરણ'માં ગઇકાલે કોળી સમાજ મેદાને આવ્યો હતો. જેમાં ન્યાય માટે કોળી સમાજ અગ્રણીનું આંદોલન કરવાનું એલાન છે. તેમજ કોળી સમાજ મહુવામાં થયો એકઠો, ન્યાયની માગ કરી રહ્યો છે. પીડિત નવનીતભાઈને ન્યાય અપાવવા આવેદનપત્ર આપ્યું છે. તથા કોળી સમાજના અગ્રણી કિશન મેરે મોટો આરોપ લગાવ્યો છે. તથા જયરાજ આહીર, માયાભાઈ પર ષડયંત્ર રચવાનો આરોપ છે.
કિશન મેરે જણાવ્યું છે કે ત્રણ દિવસમાં જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ
કિશન મેરે જણાવ્યું છે કે ત્રણ દિવસમાં જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. ત્યારે માયાભાઈ 'માફી પ્રકરણ'માં હવે કોળી સમાજ મેદાને છે. જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો મહુવામાં હુંકાર છે. જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું છે કે કોળી સમાજ પર અત્યાચાર સાંખી નહીં લેવાય. અમે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળીશું. પીડિતને ન્યાય મળે તે માટે રજૂઆત કરીશું. સમાજના આગેવાનો હરહંમેશ પીડિતની સાથે છે. હીરાભાઈ સોલંકીએ પીડિત નવનીતભાઈ સાથે મુલાકાત કરી છે. તેમજ અગાઉ નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો. માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર હુમલો કરાવવાનો આરોપ છે.
Gujarat: જયરાજ અને નવનીતની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો
જયરાજ અને નવનીતની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. તેમજ સમગ્ર ઘટનામાં 8 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે. મુંબઈના કાર્યક્રમમાં માયાભાઇના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. બગદાણાધામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. અહીં માત્ર ટ્રસ્ટીઓ છે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તેમ જણાવ્યું હતુ. જેમાં માયાભાઈનો માફીનો વીડિયો બગદાણાના સેવકે વાયરલ કર્યો હતો. જેમાં માફીનો વીડિયો વાયરલ થતા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં આ મામલો બિચક્યો છે.
સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસમાં દૂધનું દૂધ,પાણીનું પાણી થઈ શકે છે
વાયરલ ઓડિયો ક્લીપમાં સેવક નવનીતભાઈ અને માયાભાઈ વચ્ચે વાતચીત છે. જેમાં માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર મારામારીનો આરોપ છે. કથિત જયરાજ આહીર અને સેવક નવનીત વચ્ચે વાતચીતનો પણ ઓડિયો છે. ગુજરાત ફર્સ્ટ તમામ વાયરલ ઓડિયો ક્લીપ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. તથા ઓડિયો ક્લીપના તથ્ય સહિત તટસ્થ તપાસમાં મોટો ધડાકો થઈ શકે છે. સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસમાં દૂધનું દૂધ,પાણીનું પાણી થઈ શકે છે.
આ પણ વાંચો: Ahmedabad: વાહન ચાલકોને અદાણી તરફથી ભેટ મળી, મોંઘવારીના માર વચ્ચે રાહત