બગદાણાની બબાલને લઈ મોરારીબાપુનું નિવેદન
મોરારીબાપુએ કહ્યું કે, "હું 9 દિવસથી બિહારમાં કથામાં છું, પરંતુ સોશ્યલ મીડિયા એવું બતાવી રહ્યો છે કે હું હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો છું અને કોઈનું સમાધાન કરાવી રહ્યો છું." તેમણે વ્યંગ્યપૂર્વક કહ્યું, "મનોરંજન માટે પિચર જોવા નહીં જય શકું, આજ મારું મનોરંજન બન્યું છે કેવી દુનિયા છે!"
Bagdana Controversy: આવતીકાલે તમામ 8 આરોપીઓને લઈને સુનાવણી હાથ ધરાશે
બગદાણાના સેવક નવનીત બાલધિયા કેસમાં મોટા સમાચાર છે કે SITની ટીમે મહુવા કોર્ટમાં 8 આરોપીના ફર્ધર રિમાન્ડ માગ્યા છે. કોર્ટે ફિક્સ ફોર હિયરિંગ રાખતા હવે આવતીકાલે સુનાવણી થશે. નવનીત બાલધિયા કેસમાં વધુ એક કલમ પણ ઉમેરવામાં આવી છે. જૂની કલમ IPC 120નો ઉમેરો કરવામાં આવ્યો છે. આવતીકાલે તમામ 8 આરોપીઓને લઈને સુનાવણી હાથ ધરાશે.
ઈજાગ્રસ્ત નવનીત બાલધિયાને હોસ્પિટલમાં રજા મળી
ઈજાગ્રસ્ત નવનીત બાલધિયાને હોસ્પિટલમાં રજા મળી છે. નવનીત બાલધિયા કોળી સમાજના આગેવાન છે. 29 ડિસેમ્બરે નવનીત બાલધિયા પર હુમલો થયો હતો. હુમલાનો આરોપ માયાભાઈ આહીરના પુત્ર પર લાગ્યો છે. મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. નવનીત બાલધિયા 11 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જેમાં નવનીત બાલધિયાએ હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો છે.
શું છે સમગ્ર વિવાદ ?
આ વિવાદનું મૂળ બગદાણામાં આશ્રમ સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધીયા પર થયેલા હુમલામાં છે. લોકગાયક માયાભાઈ આહિરના કાર્યક્રમમાં કરેલી ટિપ્પણીને સુધારવા માટે નવનીતભાઈએ વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો. નવનીતભાઈએ આરોપ લગાવ્યો કે માયાભાઈના પુત્ર જયરાજ આહિરે આ હુમલો કરાવ્યો છે. આ મામલે કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.બીજી તરફ, નવનીતભાઈ બાલધીયાએ વીડિયો બનાવી વાયરલ કર્યો છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે "મારે કોઈ સમાજ કે આહિર સમાજ સાથે વાંધો નથી, ફક્ત જયરાજ આહિર સાથે જ છે." તેમણે સમાજને અપીલ કરી કે કોઈપણ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવવા અને શાંતિ જાળવવા વિનંતી કરી છે.આ વિવાદમાં સમાધાન માટે મોરારીબાપુનું નામ આવતા અફવાઓ ફેલાઈ હતી, પરંતુ બાપુએ તેને નકારી કાઢી છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં પાણીજન્ય રોગચાળો, દૂષિત પાણી મામલે વિપક્ષનો હોબાળો