Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujju Boy: ખેડૂતના દીકરાનું સાહસ તો જુઓ, પર્યાવરણ બચાવવા યુરોપથી ભારતની સફરે ચાલતો નીકળ્યો, રહેવું-જમવું ભગવાન ભરોસે!

Malta to India Walk: ભાવનગરના (Bhavnagar) દાત્રોડ ગામના વતની જયદીપ લાખનકીયાએ (Jaydeep Lakhankiya) પર્યાવરણ સંરક્ષણ માટે યુરોપના માલ્ટાથી (Malta) ભારત સુધીની 12,000 કિમીની વિશ્વની સૌથી લાંબી પદયાત્રા શરૂ કરી છે. 18 મહિના અને 20 દેશોને આવરી લેતી આ યાત્રા દ્વારા તેઓ 200 કરોડ લોકોને ક્લાઇમેટ ચેન્જ (Climate Change) વિશે જાગૃત કરવાનું લક્ષ્ય ધરાવે છે.
gujju boy  ખેડૂતના દીકરાનું સાહસ તો જુઓ  પર્યાવરણ બચાવવા યુરોપથી ભારતની સફરે ચાલતો નીકળ્યો  રહેવું જમવું ભગવાન ભરોસે
Advertisement
  • Gujju Boy ની યુરોપના માલ્ટાથી ભારત સુધીની શરૂ કરી પદયાત્રા
  • ક્લાઇમેટ ચેન્જ સામે લડવા વિદેશની ધરતી પરથી નીકળ્યો આ ગુજરાતી વીર
  • દુનિયાની સૌથી લાંબી અને પહેલી પર્યાવરણ સંરક્ષણ માટેની પદયાત્રા
  • 18 મહિના, 20 દેશ અને 12 હજાર કિલોમીટરની પદયાત્રા
  • 200 કરોડ લોકો સુધી પર્યાવરણ બચાવવાના સંદેશને પોહચાડવાના હેતુ
  • અત્યાર સુધીમાં 1000 કરતાં વધુ કિલોમીટર ચાલી લીધુ છે
  • ક્રાઉડ ફડિંગના સહારે યાત્રાનો પ્રારંભ, 'રહેવું-જમવું' રામ ભરોસે

કુમારદુષ્યંત કર્નલ: જ્યારે એક ખેડૂતનો દીકરો પરદેશ ભણવા જાય, ત્યારે સપનાઓ સામાન્ય રીતે કરિયર અને કમાણીના હોય છે. પરંતુ ભાવનગરના (Bhavnagar) તળાજા (Talaja) તાલુકાના દાત્રોડ (Datrod) ગામના 26 વર્ષીય જયદીપ લાખનકીયાની (Jaydeep Lakhankiya) વાર્તા કંઈક અલગ છે. હોટલ મેનેજમેન્ટના (Hotel Management) અભ્યાસ માટે દોઢ વર્ષ પહેલાં માલ્ટા (Malta) ગયેલા આ યુવકે એશ આરામની જિંદગી છોડી માનવજાતના અસ્તિત્વ માટે જોખમી એવા 'ક્લાઇમેટ ચેન્જ' (Climate Change) વિરુદ્ધ પદયાત્રાનો માર્ગ પસંદ કર્યો છે.

પરિવારનો સાથ અને ઉમદા વિચારની શરૂઆત

માલ્ટામાં એક સેમિનાર દરમિયાન જયદીપને સમજાયું કે ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઇમેટ ચેન્જ માત્ર પુસ્તકિયા શબ્દો નથી, પણ આવનારી પેઢી માટે એક મોટો ખતરો છે. એક ખેડૂત પુત્ર હોવાના નાતે તે જાણતો હતો કે કમોસમી વરસાદ અને વાવાઝોડા ખેડૂતની આખા વર્ષની મહેનત કેવી રીતે ધૂળમાં મેળવી દે છે. આ વિચાર તેણે પોતાના પિતા સમક્ષ મૂક્યો. પિતાએ પણ દીકરાના આ સાહસને વધાવ્યું અને ત્યાંથી શરૂ થઈ 21 ફેબ્રુઆરી 2026ના રોજ વિશ્વની સૌથી લાંબી પર્યાવરણ સંરક્ષણ પદયાત્રા.

Advertisement

Advertisement

જીવનનો ટર્નિંગ પોઈન્ટ: માલ્ટાથી શરૂ થયો મિશન ક્લાઇમેટ ચેન્જ

જયદીપ દોઢ વર્ષ પહેલાં હોટલ મેનેજમેન્ટના (Hotel Management) ઉચ્ચ અભ્યાસ માટે માલ્ટા (Malta) ગયા હતા. ત્યાં એક સેમિનાર દરમિયાન તેમણે ક્લાઇમેટ ચેન્જની (Climate Change) વિશ્વ પર થનારી ભયાનક અસરો વિશે જાણ્યું. એક ખેડૂત પુત્ર હોવાથી તેઓ સારી રીતે જાણે છે કે ખેતી હવે જુગાર સમાન બની ગઈ છે. કમોસમી વરસાદ (Unseasonal Rain) કે વાવાઝોડું (Cyclone) ખેડૂતની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે છે.

જયદીપે આ વિચાર પોતાના પિતા સાથે શેર કર્યો અને પિતાએ પણ તેમના આ ઉમદા વિચારને વધાવ્યો. બસ, ત્યારથી નક્કી કર્યું કે દુનિયામાં પર્યાવરણ પ્રત્યે અવેરનેસ લાવવી છે. 21 ફેબ્રુઆરી 2026ના રોજ માલ્ટાના વડાપ્રધાનના (Prime Minister of Malta) પત્નીની ઉપસ્થિતિમાં આ યાત્રાનો પ્રારંભ થયો.

કોણ છે જયદીપ લાખનકીયા

જયદીપ લાખનકીયા (Jaydeep Lakhankiya) એક એવા સામાન્ય પરિવારમાંથી આવે છે જ્યાં સપનાઓ મહેનતના પાયા પર ચણાય છે. ભાવનગરના (Bhavnagar) દાત્રોડ (Datrod) ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ, તેમનો પરિવાર આજીવિકા માટે સુરત (Surat) સ્થાયી થયો. જયદીપના પિતા સુરતમાં સાડીના દોરા કટિંગ અને સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમાં તેમની માતા અને બહેનો પણ ખભેખભા મિલાવી સાથ આપે છે. જ્યારે નાનો ભાઈ હજુ અભ્યાસ કરી રહ્યો છે, ત્યારે પરિવારના આ ટેકાએ જ જયદીપને સાત સમુંદર પાર જવાની અને હવે ધરતી બચાવવાની હિંમત આપી છે. 4-5 વર્ષ ટૂર ગાઇડ (Tour Guide) તરીકે કામ કરી ભારતના ખૂણેખૂણાથી વાકેફ જયદીપ માટે આ યાત્રા માત્ર ભૌગોલિક નથી, પણ એક મધ્યમવર્ગીય ભારતીય પરિવારની જીજીવિષાનું પ્રતીક છે.

સંઘર્ષભરી સફરના 33 દિવસ: 1000 કિમીની સફર અને 850 કિલો કચરો

જયદીપની આ યાત્રા માત્ર ચાલવા પૂરતી સીમિત નથી. આજની તારીખે જયદીપની યાત્રાને 33 દિવસ પૂર્ણ થયા છે. આ સમય દરમિયાન તેમણે 1000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું છે. યાત્રા માત્ર ચાલવા પૂરતી નથી, પણ રસ્તામાં જે કચરો દેખાય તે એકઠો કરવાની પણ છે. અત્યાર સુધીમાં તેમણે 850 કિલોથી વધુ કચરો (Waste) એકઠો કર્યો છે. એક કિસ્સો યાદ કરતા જયદીપ કહે છે કે, એકવાર પહાડી વિસ્તારમાં ડસ્ટબીન (Dustbin) ન હોવાથી મારે 30 કિલો કચરો ઉપાડીને 8 કિમી સુધી ચાલવું પડ્યું હતું.

ક્રાઉડ ફંડિંગ: મધ્યમવર્ગીય યુવકનો સંઘર્ષ

12,000 કિલોમીટર લાંબી આ ભગીરથ યાત્રા પાછળ કોઈ મોટી કોર્પોરેટ કંપનીનો હાથ નથી, પણ સામાન્ય લોકોનો વિશ્વાસ છે. આ લાંબી સફર માટે જયદીપ પાસે કોઈ મોટું ભંડોળ નહોતું. મિત્રો અને માલ્ટાના સ્થાનિક રહીશોની મદદથી 3,000 યુરો (Euro) ક્રાઉડ ફંડિંગ દ્વારા ભેગા થયા અને યાત્રા શરૂ કરી. જયદીપ જણાવે છે કે, 'કેટલીક મોટી કંપનીઓ સ્પોન્સરશિપ (Sponsorship) આપવા તૈયાર હતી, પરંતુ તેઓ આડકતરી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોવાથી મેં તેમની ઓફર ઠુકરાવી દીધી છે." અત્યારે તેઓ 'કર્મ કરો, ફળની આશા ન રાખો' ના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે. રસ્તામાં લોકો જ તેમને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપે છે.

ક્લાઇમેટ ચેન્જ: ભગવાનો પ્રકોપ નહીં, માનવસર્જિત આપત્તિ

જયદીપનું માનવું છે કે ભારતીય ખેડૂતો માવઠું કે પૂર જેવી આફતોને 'ભગવાનનો પ્રકોપ' માને છે, પરંતુ વાસ્તવમાં આ 1% એવા લોકોની દેન છે જેઓ ઉદ્યોગો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેણે દુઃખ સાથે નોંધ્યું કે વિદેશોમાં ભારત (India) અને પાકિસ્તાનને (Pakistan) ગંદકી અને સિવિક સેન્સના (Civic Sense) અભાવ માટે ઓળખવામાં આવે છે.

200 કરોડ લોકો સુધી પહોંચવાનો લક્ષ્ય

આ પદયાત્રા જુલાઈ 2027 સુધીમાં પૂર્ણ થશે, જે દરમિયાન તેઓ 20 દેશોમાંથી પસાર થશે. યાત્રા દિલ્હીમાં પૂર્ણ થયા બાદ તેઓ દ્વારકા (Dwarka) સુધી સાયકલ અથવા ચાલતા જવાની ઈચ્છા ધરાવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોને ક્લાઇમેટ ચેન્જની અસરો સમજાવવાનો છે.

જયદીપ એક મહત્વની વાત ટાંકતા કહે છે કે, 'વિદેશોમાં ભારત (India) અને પાકિસ્તાનને ગંદકી માટે બદનામ ગણવામાં આવે છે. આપણે આપણું માઇન્ડ સેટ ચેન્જ કરવું પડશે. જે લોકો ધનિક બનીને નદીઓમાં ગંદકી ઠાલવે છે તેમને રોલ મોડલ માનવાનું બંધ કરવું પડશે.'

યાત્રાની વિગતો

કુલ અંતર: 12,000 કિલોમીટર (12,000 km)
સમયગાળો: 18 મહિના (જુલાઈ 2027 સુધી)
દેશો: 20 દેશો (20 Countries)
ખર્ચ: ક્રાઉડ ફંડિંગ (Crowdfunding) દ્વારા
મુખ્ય ઉદ્દેશ્ય: 200 કરોડ લોકોને પર્યાવરણ બચાવવા માટે જાગૃત કરવા.

આ પણ વાંચો: Monsoon પર EL NINO નો ઓછાયો: સ્કાઈમેટે દર્શાવી 2026માં દુકાળ-ઓછા વરસાદની આશંકા

Tags :
Advertisement

.

×