Bagdana Case: બગદાણાની બબાલ વિશે આ શું બોલ્યા મોરારીબાપુ?
- બગદાણા (Bagdana ) વિવાદ વચ્ચે મોરારીબાપુનું મહત્વનું નિવેદન
- વિવાદમાં મોરારીબાપુનું નામ જોડાતા તેમણે સ્પષ્ટતા કરી
- સોશ્યલ મીડિયાની અફવાઓને ખોટી ગણાવી
- બાપુએ કહ્યું કે હું 9 દિવસથી બિહારમાં કથામાં છું
Bagdana Case: ભાવનગર (Bhavanagar) જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બગદાણામાં આશ્રમ સેવક નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલા અને વિવાદે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ઇજાગ્રસ્ત નવનતીભાઈને મળવા માટે એક બાદ એક નેતાઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસનાં કેટલાક નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે. આ મામલે અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. ત્યારે આ વિવાદમાં પ્રખ્યાત કથાકાર મોરારીબાપુનું (Morari Bapu) નામ જોડાતા તેમણે બિહારમાં ચાલી રહેલી રામકથા દરમિયાન સ્પષ્ટતા કરી છે.
બગદાણાની બબાલને લઈને મોરારીબાપુનું નિવેદન
બાપુએ કહ્યું કે, "હું 9 દિવસથી બિહારમાં કથામાં છું, પરંતુ સોશ્યલ મીડિયા એવું બતાવી રહ્યો છે કે હું હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો છું અને કોઈનું સમાધાન કરાવી રહ્યો છું." તેમણે વ્યંગ્યપૂર્વક કહ્યું, "મનોરંજન માટે પિચર જોવા નહીં જય શકું, આજ મારું મનોરંજન બન્યું છે કેવી દુનિયા છે!"
શું છે સમગ્ર વિવાદ ?
આ વિવાદનું મૂળ બગદાણામાં આશ્રમ સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધીયા પર થયેલા હુમલામાં છે. લોકગાયક માયાભાઈ આહિરના કાર્યક્રમમાં કરેલી ટિપ્પણીને સુધારવા માટે નવનીતભાઈએ વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો. નવનીતભાઈએ આરોપ લગાવ્યો કે માયાભાઈના પુત્ર જયરાજ આહિરે આ હુમલો કરાવ્યો છે. આ મામલે કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.બીજી તરફ, નવનીતભાઈ બાલધીયાએ વિડિયો બનાવી વાયરલ કર્યો છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે "મારે કોઈ સમાજ કે આહિર સમાજ સાથે વાંધો નથી, ફક્ત જયરાજ આહિર સાથે જ છે." તેમણે સમાજને અપીલ કરી કે કોઈપણ સમાજની લાગણી દુભાય તેવા વિડિયો ન બનાવવા અને શાંતિ જાળવવા વિનંતી કરી છે.આ વિવાદમાં સમાધાન માટે મોરારીબાપુનું નામ આવતા અફવાઓ ફેલાઈ હતી, પરંતુ બાપુએ તેને નકારી કાઢી છે.
Morari Bapu: "મનોરંજન માટે હું ફિલ્મ જોવા નથી જતો" આજ મારુ મનોરંજન છે! | Gujarat First
બગદાણામાં વિવાદ મામલે મોરારીબાપુનું નિવેદન
બાપુએ કહ્યું કે હું 9 દિવસથી બિહારમાં કથામાં છું
"સોશ્યલ મીડિયા બતાવી રહ્યું છે હું હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો છું"
કોઈનું સમાધાન કરાવી રહ્યો છું:… pic.twitter.com/7mcZICno4D— Gujarat First (@GujaratFirst) January 9, 2026
આ પણ વાંચો: Bagdana Case : મહુવા પહોંચી RishiBharti Bapu નો હુંકાર ન્યાય નહીં તો..!


