King of Salangpur Copyright Dispute: 'કિંગ ઑફ સાળંગપુર' પ્રતિમાના કોપીરાઇટ વિવાદ, કોઠારી સ્વામીની મોટી સ્પષ્ટતા
યાત્રાધામ સાળંગપુર હનુમાન મંદિરનો વિવાદ સતત વધી રહ્યો છે. તેમાય કિંગ ઓફ સાળંગપુર એટલે કે, હનુમાનજીની ભવ્ય પ્રતિમા અંગે કોપીરાઈટના નિવેદન બાદ વિવાદ થમવાનો નામ નથી લઈ રહ્યો. ભક્તો અને સાધુ-સંતોએ કોપીરાઈટનો વિરોધ કર્યા પછી સાળંગપુર હનુમાન મંદિર તંત્રએ પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિવેકસાગરદાસજી સ્વામીએ વીડિયો જાહેર કરીને સમગ્ર વિવાદ મુદ્દે મોટી સ્પષ્ટતા કરી છે.
Advertisement
King of Salangpur Copyright Dispute: બોટાદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદા મંદિરનો વિવાદ વકર્યો છે. મંદિરે આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાના કોપીરાઇટ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે મંદિરના વિવેકસાગરદાસજી સ્વામીએ મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે કોપીરાઇટ ફક્ત ‘કિંગ ઑફ સાળંગપુર’ નામ અને પ્રતિમાના ચોક્કસ સ્વરૂપ માટે જ લેવામાં આવ્યો છે. હનુમાનજી ભગવાન સૌના છે અને તેમની ભક્તિ પર કોઈનો અધિકાર કે કોપીરાઇટ હોઈ શકે નહીં. કોઠારી સ્વામીએ કહ્યું કે, આ નિર્ણયનો મુખ્ય હેતુ ભક્તોને નકલી મૂર્તિઓ, બનાવટી પ્રસાદી અને છેતરપિંડી કરતી વેબસાઇટ્સથી સુરક્ષિત રાખવાનો છે.

