Botad: હડદડ ગામે પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ મામલે જાણો અપડેટ સમાચાર
- Botad: પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ મામલે બોટાદ પોલીસે તપાસ હાથ ધરી
- ગઈકાલે AAP દ્વારા ખેડૂતોની પંચાયત સભાનું આયોજન કરાયું હતુ
- મહાપંચાયત સભામાં પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ
Botad: હડદડ ગામે પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ મામલે બોટાદ પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલે AAP દ્વારા ખેડૂતોની પંચાયત સભાનું આયોજન કરાયું હતુ. પંચાયત સભામાં પોલીસ અને AAP વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેમાં પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી.
હાલ હડદડ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે
હાલ હડદડ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ હડદડ ગામમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ છે. રેન્જ આઈજી સહિતના પોલીસ કાફલાએ મામલો થાળે પાડ્યો છે.
ગુજરાત ફર્સ્ટ કરે છે શાંતિની અપીલ
અશાંતિ સર્જી અરાજકતાનો પ્રયાસ કેમ?
બોટાદ APMCમાં કપાસના 'કડદા'નો વિવાદ વધુ વકર્યો
હડદડ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ
હડદડ ગામે આપ સમર્થિત ખેડૂત પંચાયત પૂર્વે જ બબાલ
આપ સમર્થિત ખેડૂત મહાપંચાયતને મંજૂરી ન મળ્યા બાદ બબાલ!@GujaratPolice… pic.twitter.com/xjBc1QVHiK— Gujarat First (@GujaratFirst) October 12, 2025
Botad માર્કેટિંગ યાર્ડમાં કદડાને લઈને મામલો ગરમાયો
ભાવનગરના બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કદડાને લઈને મામલો ગરમાયો હતો. જેમાં મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરાયુ હતું. જેને પગલે બોટાદના હડદડ ગામે મહાપંચાયતનું આયોજન પોલીસે ગેરકાયદેસર જણાવીને રોકવા ગઈ હતી, ત્યારે સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો અને ગાડી ઊંધી વાળી દીધી હતી. જો કે રસ્તામાંથી ઈશુદાન ગઢવીની બગોદરા નજીકથી અટકાયત પણ કરી લેવાઈ હતી.
Botad: જાણો સમગ્ર મામલો
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કપાસ ખરીદી કર્યા બાદ વેપારીઓ દ્વારા જીનીંગ મીલમાં લઈ જઈને કોઈ બહાના હેઠળ ભાવ ઓછા કરી નાખે છે, એટલે કે જે કદડો પ્રથા ચાલી આવતી હતી તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈશુદાન ગઢવી પણ આ મામલે પોતાનું નિવેદન આપી ચૂક્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી એક મહાપંચાયતનું આયોજન કરાયું હોય જેને લઈને બોટાદ જિલ્લાના હડદડ ગામે મહાપંચાયત યોજનાર હતી.
મહાપંચાયતને લઈને કોઈ મંજૂરી ન હોવાને કારણે પોલીસ કાફલો દોડી ગયો
મહાપંચાયતને લઈને કોઈ મંજૂરી ન હોવાને કારણે હડદડ ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો, ત્યારે બોટાદના ડીએસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે હડદડ ગામમાં ગેરકાયદેસર મહાપંચાયતનું આયોજન કર્યું હતું. તેથી પોલીસ ડીટેન કરવા માટે આવી હતી ત્યારે ગેરકાયદેસર લોકોએ મંડળી બનાવીને મહાપંચાયતનું આયોજન કર્યું હોય જેને ડીટેન કરવા આવતા કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસની ગાડીને પણ ઊંધી વાળી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 13 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


