Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Navneet Baldhia Case: કોળી સમાજ આક્રમક, મંદિર સામે જ બે યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

Navneet Baldhia Case: સેવક નવનીતભાઇને ન્યાય અપાવવા માટે 15થી 16 લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી, જે અંતર્ગત આજે બે યુવાનોએ મંદિર સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગીતાબેન મેર સહિત 7 લોકોની અટકાયત કરી છે. હાલ બંને યુવાનો પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
navneet baldhia case  કોળી સમાજ આક્રમક  મંદિર સામે જ બે યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
Advertisement
  • Navneet Baldhia Case મુદ્દે કોળી સમાજ આક્રમક
  • બગદાણામાં કોળી સમાજના બે યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ
  • બગદાણા મંદિર સામે જ કર્યો યુવકોએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
  • 15 આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી આપતા 7ની અટકાયત

Navneet Baldhia case: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની કર્મભૂમિ એવા બગદાણા (Bagdana) માં આજે સવારથી જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં સેવક નવનીતભાઇને ન્યાય અપાવવાની માંગ સાથે આજે કેટલાક યુવાનો અને આગેવાનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બે યુવાનોએ મંદિરની બિલકુલ સામે જ આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Navneet Baldhia Case:  નવનીતભાઇ ન્યાય અપાવવા સમાજ આક્રમક!

મળતી માહિતી મુજબ બગદાણા ધામના સેવક નવનીતભાઇ સાથે થયેલા કથિત અન્યાયના મામલે સ્થાનિકો અને ટેકેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવનીતભાઇને ન્યાય મળે તે માટે અગાઉથી જ 15 થી 16 જેટલા લોકોએ તંત્રને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. આ ચીમકીને પગલે પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક હતું, છતાં આજે બે યુવાનોએ અચાનક મંદિરની સામે જ જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બન્ને યુવાનોને પકડી લીધા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

Advertisement

Navneet Baldhia Case:  ગીતાબેન મેર સહિતના આગેવાનોની અટકાયત

આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સામાજિક અગ્રણી ગીતાબેન મેર અને અન્ય આગેવાનોએ મક્કમ નિર્ધાર કર્યો હતો કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. આત્મવિલોપનની ચીમકીને ગંભીરતાથી લઈને બગદાણા પોલીસે અગમચેતીના ભાગરૂપે ગીતાબેન મેર સહિત કુલ સાત લોકોની અટકાયત કરી છે. પોલીસે આ તમામ લોકોને પોલીસ મથકે ખસેડ્યા છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.

પોલીસ છાવણીમાં ફેરવાયું બગદાણા

આ ઘટનાને પગલે યાત્રાધામ બગદાણામાં ભક્તો અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર બંને યુવાનોને હાલ પોલીસ મથકે લઈ જઈ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, આસ્થાના કેન્દ્ર સમાન બગદાણામાં આ પ્રકારે આત્મવિલોપનના પ્રયાસની ઘટના પ્રથમવાર બની છે, જેના કારણે શ્રદ્ધાળુઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ Navneet Baldhiya case: 'મુખ્ય આરોપીનું નામ FIRમાં દાખલ કરાતું નથી' કોળી સમાજના પોલીસ પર આક્ષેપ!

Tags :
Advertisement

.

×