Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ છે Kumar Shah ? જેમની ભાવનગરનાં શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, જાણો તેમના વિશે

કુમાર શાહ અગાઉ ભાવનગરમાં ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, લાંબા સમય સુધી પાર્ટીમાં સેવા આપી છે...
કોણ છે kumar shah   જેમની ભાવનગરનાં શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી  જાણો તેમના વિશે
Advertisement
  1. કુમાર શાહની (Kumar Shah) ભાવનગરનાં શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી,
  2. કુમાર શાહ 21 વર્ષનો બહોળો રાજકીય અનુભવ ધરાવે છે
  3. ભાવગરમાં ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર શાહ અનુભવી નેતા છે

બે દિવસ પહેલા રાજ્યના વિવિધ શહેરોનાં ભાજપ (BJP) પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે, રાજકીય ક્ષેત્રે જોડાયેલા અનુભવી એવા કુમાર શાહની (Kumar Shah) ભાવનગરનાં (Bhavnagar) શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. કુમાર શાહ અગાઉ ભાવનગરમાં ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, લાંબા સમય સુધી પાર્ટીમાં સેવા આપી છે, ત્યારે તેમના સંગઠન ક્ષેત્રનાં કાર્યો થકી પાર્ટીએ તેમને વધુ એક મોટી જવાબદારી સોંપી છે. તેમના નામની જાહેરાત સંગઠન દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - રાહુલ ગાંધીએ ગુજરાતની નેતાગીરી પર ઉઠાવ્યા સવાલ, પાર્ટીમાં વિભિષણ હોવાના સંકેત આપ્યા!

Advertisement

વર્ષ 2015 થી નગરસેવક તરીકે સેવારત હતા

કુમાર શાહ (Kumar Shah) વર્ષ 2006 થી વર્ષ 2012 સુધી વોર્ડ પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે. ઉપરાંત, તેમણે વર્ષ 2014 થી લઈને વર્ષ 2020 સુધી શહેર યુવા મોરચાનાં પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી. એક પછી એક પદો પર સેવારત રહ્યા બાદ તેઓ વર્ષ 2015 થી નગરસેવક તરીકે સેવારત છે. ભાવગર શહેર ભાજપ (BJP) પ્રમુખ પદે તેમની નિમણૂક થતા આગામી સમયમાં આ અનુભવ થકી નવા કાર્યો આ વિસ્તારમાં સંગઠન ક્ષેત્રે જોવા મળશે. ત્યારે, હવે નવી જવાબદારી સાથે તેઓ ભાવનગરમાં પોતાની ફરજ નિભાવશે અને ભાવનગર શહેર સંગઠનને વધુ મજબૂત બનાવશે.

Advertisement

આ પણ વાંચો - મારા એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોનાં આશીર્વાદ છે : PM મોદી

બે દાયકાથી પણ વધુ સમયનો રાજકીય કારકિર્દીમાં અનુભવ

કુમાર શાહની વાત કરવામાં આવે તો તેઓ પાસે બે દાયકાથી પણ વધુ સમયનો રાજકીય કારકિર્દીમાં અનુભવ છે. 21 વર્ષથી પાર્ટી સાથે જોડાઈને પાર્ટી અને સંગઠનને લગતા મજબૂત કાર્યો કરતા આવ્યા છે. યુવા અવસ્થામાં જ રાજકીય ક્ષેત્રે અને સેવા કાર્યોમાં તેમને ઘણો રસ હતો તેઓ ભાવનગરનાં (Bhavnagar) રાજકારણ અને સંગઠનનાં કાર્યોથી ખૂબ જ પરિચિત છે. કુમાર શાહની વરણી થતા રાજ્ય અને દેશભરમાંથી તેમના શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ભાવનગર શહેર પ્રમુખની સાથે-સાથે અન્ય 6 શહેર પ્રમુખોની જાહેરાત પણ કરાઈ હતી જ્યારે, 26 જિલ્લા પ્રમુખની પણ જાહેરાત કરાઈ હતી.

આ પણ વાંચો - Surat : અમરોલીમાં 50 વર્ષીય માતા-પિતા, 30 વર્ષીય પુત્રનો સામુહિક આપઘાત, સુસાઇડ નોટ પણ મળી

Tags :
Advertisement

.

×