Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Lakhanka Dam: અધેવાડા અને માલણકાના ચેકડેમો ભરાશે

ભાવનગરના લાખણકા ડેમમાંથી 16 MCFT પાણી છોડવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય. અધેવાડા અને માલણકાના ચેકડેમો ભરાતા ઉનાળામાં ખેડૂતોને મળશે રાહત.
lakhanka dam  અધેવાડા અને માલણકાના ચેકડેમો ભરાશે
Advertisement
  • Lakhanka Dam: ભાવનગરના લાખણકા ડેમમાંથી 16 MCFT પાણી છોડવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય. અધેવાડા અને માલણકાના ચેકડેમો ભરાતા ઉનાળામાં ખેડૂતોને મળશે રાહત.

Lakhanka Dam:

"सर्वेषां जीवनं जलम्।" (જળ એ તમામ જીવોનું જીવન છે.) 

Advertisement

अप्सु सर्वं प्रतिष्ठितम्।"  ( બ્રહ્માંડના તમામ તત્વો જળમાં જ પ્રતિષ્ઠિત છે)

Advertisement

રાજ્યમાં જળ સંચય(Water storage) અને જળ વ્યવસ્થાપન(Water management) ક્ષેત્રે વર્તમાન સરકારની નીતિઓ અને સંવેદનશીલ અભિગમનું ઉત્તમ ઉદાહરણ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની અછતનો સામનો કરી રહેલા ખેડૂતો અને ગ્રામજનોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને લોકહિતલક્ષી નિર્ણય લીધો છે.

Lakhanka Dam: લાખણકા ડેમમાંથી પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

ભાવનગર જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનોની ઉનાળા દરમિયાન ઉદભવતી પાણીની સમસ્યાને વાચા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક અત્યંત લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા ભાવનગરના લાખણકા ડેમમાંથી પાણી છોડીને નીચાણવાસમાં આવેલા અધેવાડા તથા માલણકા ગામના ચેકડેમો(Check dams) ભરી આપવાની મંજૂરી આપવામાં આવી છે.

  • રજૂઆતકર્તા: ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ માણીયા (તલવાર) દ્વારા મંત્રીને પાણીની સમસ્યા બાબતે અવગત કરવામાં આવ્યા હતા.

  • મંત્રીનો પ્રયાસ: મંત્રી જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani)એ આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel) તથા પાણી પુરવઠા મંત્રી સમક્ષ ત્વરિત અને યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો.

  • નિર્ણય: રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપીને લાખણકા ડેમમાંથી 16 MCFT પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય લેવાયો છે.

Lakhanka Dam: સ્થાનિક ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટો ફાયદો

  • ચેકડેમોનું ભરાવું: લાખણકા ડેમમાંથી પાણી છોડીને નીચાણવાસમાં આવેલા અધેવાડા અને માલણકા ગામના ચેકડેમો ભરવામાં આવશે.

  • ખેતી અને પશુપાલન: ઉનાળાની સિઝનમાં પાણી મળવાથી સ્થાનિક ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટો ફાયદો થશે.

  • ભૂગર્ભ જળ: આ વિસ્તારમાં જળ સ્તર (Water Level) ઊંચા આવશે, જેનાથી સ્થાનિકોને મોટી રાહત મળશે.

મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરના ખેડૂતો અને ગ્રામજનો વતી આ જનહિતલક્ષી નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષભેર વધાવી લેવામાં આવ્યો છે.

આ નિર્ણય દર્શાવે છે કે રાજ્ય સરકાર જળ સંચય અને જળ વ્યવસ્થાપન પ્રત્યે કેટલી કટિબદ્ધ છે. સમયસર લેવાયેલા આ જનહિતલક્ષી નિર્ણયથી ભાવનગરના ખેડૂતોને ઉનાળામાં પાણીની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી ઊર્જા મળશે.

સરકારની સફળતા -જળ સંચય ને જળ વ્યવસ્થા, સમજણનું છે એજ પ્રમાણ.

આ પણ વાંચો : Studio on Wheels: દેશની શ્રેષ્ઠ 35 યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ; જાણો વાઈસ ચાન્સેલરએ વિઝન અને મિશન વિશે શું કહ્યું

Tags :
Advertisement

.

×