Bhavnagar : મહુવા પોલીસે મકાનમાં દરોડા પાડ્યા, દ્રશ્યો જોઈ ચોંકી ઊઠી!
- Bhavnagar માં મહુવા પોલીસની મોટી કાર્યવાહી
- મહુવા પોલીસ સ્ટેશનનાં ઇતિહાસમાં પ્રથમ વખત દારૂનો મસમોટો કેસ નોંધાયો
- પોલીસે કુલ રૂ. 1 કરોડ 10 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો
- પોલીસે 4 આરોપીની ધરપકડ કરી, વિદેશી દારૂની 894 પેટી ઝડપી
ભાવનગર જિલ્લાની (Bhavnagar) મહુવા પોલીસને મોટી સફળતા મળી છે. મહુવા પોલીસ સ્ટેશનમાં (Mahuva Police) ઇતિહાસમાં પ્રથમ વખત દારૂનાં મસમોટા જથ્થાનો કેસ નોંધાયો છે. મહુવા પોલીસે ભવાનીનગર લાલ ખાંભા વિસ્તારમાં આવલા એક મકાન પર દરોડા પાડીને વિદેશી દારૂની 23,480 નાની-મોટી બોટલો અને 894 પેટીઓ ઝડપી પાડી છે અને સાથે 4 આરોપીની પણ ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 1 કરોડ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો - ગૌતમ અદાણીએ તેમના પુત્રના લગ્નમાં ખોટા ખર્ચા ન કર્યા : MLA અર્જુન મોઢવાડિયા
મકાનમાં દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી!
ભાવનગર જિલ્લાની (Bhavnagar) મહુવા પોલીસે મોટા કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કોન્સ્ટેબલ કપિલ જોશીને બાતમી મળી હતી કે દારૂની હેરાફેરી માટે એક મકાનમાં મસમોટો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીનાં આધારે મહુવા પોલીસે (Mahuva Police) ભવાનીનગર લાલ ખાંભા વિસ્તારમાં આવલા એક મકાનમાં દરોડા પાડ્યા હતા. મકાનમાં તપાસ સમયે દ્રશ્યો જોઈ પોલીસનાં જવાનો પણ ચોંકી ગયા હતા.
આ પણ વાંચો - Sthanik Swaraj Election Result : છોટા ઉદેપુરમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમત નહીં, રોચક રહ્યું પરિણામ
વિદેશી દારૂની 23,480 નાની-મોટી બોટલ અને 894 પેટીઓ જપ્ત
મહુવા પોલીસે વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરીયાની માલિકીનાં આ મકાનમાંથી વિદેશી દારૂની 23,480 નાની-મોટી બોટલ અને 894 પેટીઓ ઝડપી પાડી છે, જેની કુલ કિંમત રૂ. 61.47 લાખ જેટલી છે. આ કાર્યવાહીમાં પોલીસે 12 વાહન પણ જપ્ત કર્યા છે જેમાં 1 આઇસર, 3 કાર અને 1 બોલેરો સામેલ છે. દારૂનો જથ્થો અને વાહનો મળી કુલ રૂ. 1 કરોડ 10 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિષ્ણુભાઈ ગુજરીયા, મુર્તુજા અલ્તાફવાલા, વિજય કવાડ અને દશરથ કાનજીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Porbandar Municipal Election Results : Kutiyana માં Kandhal જ કિંગ, જીત બાદ જશ્ન