Bagdana Controversy: Bagdana ના સેવકને માર મારનારા આરોપી રિમાન્ડ પર, BJP, AAP, Congress ના નેતાઓએ પીડિતની કરી મુલાકાત
- Bagdana ના સેવકને માર મારનારા આરોપી રિમાન્ડ પર
- બગદાણાની બબાલમાં રાજકારણ ગરમાયું
- BJP, AAP, Congress ના નેતાઓએ પીડિતની કરી મુલાકાત
- સાંસદ નિમુબેન, ધારાસભ્ય હીરાભાઈ, ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી હોસ્પિટલ પહોંચ્યા
- કોંગ્રેસના સોમનાથ MLA વિમલ ચુડાસમા તેમજ AAPના ગારિયાધારના MLA સુધીર વાઘાણી હોસ્પિટલ પહોંચ્યા
Bagdana Controversy: પ્રખ્યાત યાત્રાધામ બગદાણા (Bagdana) માં આશ્રમના સેવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલા મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.આ મામલે આઠ આરોપીની ધરપકડ બાદ મહુવા ફાસ્ટ્રેક કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરી આરોપીઓના મોબાઈલની રિકવરી કરવાની રજૂઆત કરી હતી જે કોર્ટ માન્યતા રાખી ચાર આરોપીની બે દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીઓ વિરુદ્ધ કડક હાથે તપાસ કરવામાં આવશે ઘટના સ્થળ ની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ આરોપીઓના મોબાઇલ ફોનની કોલની વિગતો સહિત વિવિધ કડક તપાસ હાથ ધરવામાં આવશે.
જે મહુવા ફાસ્ટ્રેક કોર્ટે રીમાન્ડ મંજૂર કર્યા તે 4 આરોપી
1 નાજુ ધિગાભાઈ કામળીયા
2 રાજુ દેવાયત ભાઈ ભમ્મર
3 વિરેન્દ્ર જેરામભાઈ પરમાર
4 સતિષ વિજયભાઈ વનાળિયા
આ આરોપી ના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે
ચારે આરોપીઓની મોબાઈલની રિકવરી માટે ડિમાન્ડ આપવાની કરી હતી રજૂઆત
આ મામલે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમને માર મારતો વિડીયો આરોપીઓએ જયરાજ આહીરના કહેવાથી ઉતાર્યો હોય અને તેને દેખાડવા માટે હોય તેવું નિવેદન માં જણાવતા પોલીસે ચારે આરોપીઓની મોબાઈલની રિકવરી માટે ડિમાન્ડ આપવાની રજૂઆત કરવામાં આવી હતી જે પૈકી જ્યારે આરોપીઓની બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ અન્ય ચાર આરોપીઓને જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
બગદાણાના સેવકને માર મારનારા આરોપી રિમાન્ડ પર
મહુવા ફાસ્ટ ટ્રેક કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ કર્યા મંજૂર
8 પૈકી 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
નાજુ કામળિયા, રાજુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર રિમાન્ડ પર
સતીષ વનાળિયાના પણ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા#Bhavnagar #Bagdana #Remand… pic.twitter.com/hTRz7uh0ZO— Gujarat First (@GujaratFirst) January 3, 2026
બગદાણાના સેવકને માર મારવા મામલે હવે રાજકારણ તેજ
બગદાણાના સેવકને માર મારવા મામલે હવે રાજકારણ તેજ બન્યું છે. ઈજાગ્રસ્ત નવનીત બાલધિયાને દિગ્ગજ નેતાઓ મળ્યા હતા. આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા જેમાં સાંસદ નિમુબેન, ધારાસભ્ય હીરાભાઈ, ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, કોંગ્રેસના સોમનાથ MLA વિમલ ચુડાસમા તેમજ AAPના ગારિયાધારના MLA સુધીર વાઘાણીએ ઈજાગ્રસ્ત નવનીત બાલધિયા સાથે મુલાકાત કરી હતી.
બગદાણાના સેવક નવનીતભાઈ બાલધીયા ઉપર થયેલા હુમલાને લઈ કોળી સમાજમાં રોષ
ગુજરાત કોળી સમાજના પ્રમુખ અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી મહુવા હોસ્પિટલ પહોચ્યાં હતા અને ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પીડિત નવનીતભાઈ બાલધીયાની હોસ્પિટલ ખાતે ખબર અંતર પૂછ્યા હતા. ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ જણાવ્યું કે, નવનીતભાઈ બાલધીયા ઉપર જે બેરહેમીથી મારમારવામા આવ્યો છે, જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દિકરાએ કરાવ્યુ છે. જોકે માયાભાઈ બહુ સારા માણસ છે પણ તેના દિકરાએ જે કરાવ્યું તે ખોટું કર્યું છે વધુમાં તેમણે માંગ કરી છે કે, આ ઘટનાની તટસ્થ તપાસ થાય અને નવનીતભાઈ ને ન્યાય મળે તેવા પ્રયત્નો રહે છે અને સોમવારે અમે સમાજના આગેવાનો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને મળવા જવાના છીએ.
AAP ધારાસભ્ય સુધીર વાઘાણીએ પીડિતની મુલાકાત કરી
ગારીયાધારના આમ આદમીના ધારાસભ્ય સુધીર વાઘાણીએ પીડિતની મુલાકાત કરી હતી જે બાદ તેમણે જણાવ્યું હતું કે, નવનીત ભાઈને માર મારવામાં આવ્યો છે સામે વાળા રાજકીય અને પૈસા ના ભાગ રૂપે છે મુખ્ય આરોપી સુધી પોલીસ નથી પહોંચી . અત્યાર સુધી આટલા ધારાસભ્ય મળ્યા બાદ કલમો માં ઉમરો થયો છે જો કોઈ તેમની મદદ ન આવ્યું હોત તો કલમો તેમની તેમ જ હોત, નવનીત ભાઈ ની સાથે છે તમામ ધારાસભ્ય સોમવારે સી એમ ને મળવા ના છીએ યોગ્ય તપાસ ની માંગ પણ કરવા ના છીએ.
કેવી રીતે થયો વિવાદ?
આ સમગ્ર વિવાદની જડ મુંબઈમાં યોજાયેલા લોકગાયક માયાભાઈ આહીરના એક કાર્યક્રમમાં રહેલી છે. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' તરીકે એક નામનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટીનું પદ નથી, માત્ર ટ્રસ્ટીઓ જ કાર્યરત છે. આ સ્પષ્ટતા બાદ માયાભાઈ આહીરે સોશિયલ મીડિયા પર માફી માંગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. જોકે, નવનીતભાઈના આક્ષેપ મુજબ, આ ફોન કોલ બાદ માયાભાઈના પુત્ર જયરાજ આહીર સાથે તેમની ટેલિફોનિક વાતચીત થઈ હતી અને ત્યારબાદ અચાનક રાત્રિના સમયે બે કારમાં આવેલા 7 થી 8 શખ્સોએ પાઈપ અને ધોકા વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ કાર્યવાહી અને વર્તમાન સ્થિતિ હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર ગુજરાતમાં આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો: Bagdana: હુમલા કેસમાં મહુવા DySP રીમા ઝાલાએ ફરી આપી પ્રતિક્રિયા, શું કહ્યું?


