Mayabhai Ahir Controversy: Bhavnagar બગદાણા વિવાદમાં હવે Congress એ ઝંપલાવ્યું
- Mayabhai Ahir Controversy: બગદાણા વિવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પોસ્ટ સામે આવી
- કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ગુંડાઓનું રાજ ચાલે છે.
- કોંગ્રેસના આગેવાન પૂંજાભાઈ વંશ પણ હોસ્પિટલ જશે
Mayabhai Ahir Controversy: Bhavnagar બગદાણા વિવાદમાં હવે Congress એ ઝંપલાવ્યું છે. ભાવનગરના બગદાણા વિવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પોસ્ટ સામે આવી છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ગુંડાઓનું રાજ ચાલે છે. કોળી સમાજના યુવાન પર જાનલેવા હુમલો થયો છે. કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પોલીસે દેખાવ પૂરતી જ કાર્યવાહી કરી છે. હુમલો કરનાર કોણ તેની તપાસ થતી નથી. ગુંડાઓ આવી હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ માગણી કરી છે.
ભાજપ-કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમાજ માટે એક થયા
બગદાણાના યુવાન પર હુમલાના કેસમાં રાજકારણ તેજ થયુ છે. જેમાં કોળી યુવક પર હુમલા કેસમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક થયા છે. સાંસદ નિમુબેન બાંભણીયા પીડિત યુવાનને મળવા જશે. તથા કોંગ્રેસના આગેવાન પૂંજાભાઈ વંશ પણ હોસ્પિટલ જશે. તથા જુનાગઢના કોળી સમાજના આગેવાનો પણ યુવકને મળશે. ગઈકાલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુલાકાત કરી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમાજ માટે એક થયા છે.
ગુજરાતમાં @Bhupendrapbjp ની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે.
બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે,ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે…— Amit Chavda (@AmitChavdaINC) January 2, 2026
Mayabhai Ahir Controversy: જયરાજ અને નવનીતની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો
જયરાજ અને નવનીતની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. તેમજ સમગ્ર ઘટનામાં 8 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે. મુંબઈના કાર્યક્રમમાં માયાભાઇના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. બગદાણાધામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. અહીં માત્ર ટ્રસ્ટીઓ છે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તેમ જણાવ્યું હતુ. જેમાં માયાભાઈનો માફીનો વીડિયો બગદાણાના સેવકે વાયરલ કર્યો હતો. જેમાં માફીનો વીડિયો વાયરલ થતા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં આ મામલો બિચક્યો છે.
સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસમાં દૂધનું દૂધ,પાણીનું પાણી થઈ શકે છે
વાયરલ ઓડિયો ક્લીપમાં સેવક નવનીતભાઈ અને માયાભાઈ વચ્ચે વાતચીત છે. જેમાં માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર મારામારીનો આરોપ છે. કથિત જયરાજ આહીર અને સેવક નવનીત વચ્ચે વાતચીતનો પણ ઓડિયો છે. ગુજરાત ફર્સ્ટ તમામ વાયરલ ઓડિયો ક્લીપ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. તથા ઓડિયો ક્લીપના તથ્ય સહિત તટસ્થ તપાસમાં મોટો ધડાકો થઈ શકે છે. સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસમાં દૂધનું દૂધ,પાણીનું પાણી થઈ શકે છે.
આ પણ વાંચો: Gujarat: માયાભાઈ 'માફી પ્રકરણ'માં હવે ઠાકોર સમાજ મેદાને!


