ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar શહેરમાં ધારાસભ્યની કારનો સર્જાયો અકસ્માત, 3 લોકોને ઇજા થઇ

અકસ્માત બાદ MLA ગુજરાત લખેલું બોર્ડ કાઢી લેવામાં આવ્યું
10:15 AM Mar 10, 2025 IST | SANJAY
અકસ્માત બાદ MLA ગુજરાત લખેલું બોર્ડ કાઢી લેવામાં આવ્યું
MLA car accident in Bhavnagar @ Gujarat First

ભાવનગર શહેરમાં ધારાસભ્યની કારને અકસ્માત સર્જાયો છે. જેમાં શહેરના ડેરી રોડ પર કારચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. મોડી રાત્રે કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદમાં એક વૃક્ષ સાથે અથડાઈ ગઇ હતી. જેમાં અકસ્માત બાદ MLA ગુજરાત લખેલું બોર્ડ કાઢી લેવામાં આવ્યું છે. તેમજ અકસ્માત સમયે કારમાં 3 લોકો સવાર હતા.

ધારાસભ્યની કારને અકસ્માત થતા લોકો દોડી આવ્યા

શહેરમાં ધારાસભ્યની કારને અકસ્માત થતા લોકો દોડી આવ્યા હતા. જેમાં શહેરના ડેરી રોડ પર i20 કારના ચાલકે કાબુ ગુમાવતા i20 કાર એક વૃક્ષ સાથે ભટકાઇ હતી. GJ 04 EA 3348 નંબરની i20 કારનો મોડી રાત્રે અકસ્માત થયો હતો. તેમાં કારની અંદર ત્રણ યુવકો સવાર હતા જેવોની કાર પહેલા ડિવાઇડર સાથે અથડાઈ અને ત્યારબાદ કાર વૃક્ષ સાથે જઈને અથડાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ અકસ્માત બાદ i20 કારમાંથી એમ.એલ.એ ગુજરાત લખેલું બોર્ડ કાઢી લેવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, કારની રફતાર વધુ હોવાને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે.

ઘટનાસ્થળે બચાવ કામગીરી શરૂ કરાઇ

આ દુર્ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. કારમાં બેઠેલા લોકોમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે, પોલીસ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી રહી છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં 3 દિવસ હિટવેવની હવામાન વિભાગની આગાહી, જાણો કયા કેટલું રહ્યું તાપમાન

Tags :
AccidentBhavnagarGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsMLATop Gujarati News
Next Article