Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morari Bapu News : મોરબી, સુરત અને ગોંડલની દુર્ઘટનાના પીડિતોની વહારે આવ્યા મોરારિબાપુ, 19 પરિવારોને મળશે આર્થિક સહાય

Gujarat Accidents: ગુજરાતમાં તાજેતરમાં બનેલી જુદી-જુદી અકસ્માત અને ડૂબી જવાની દુર્ઘટનાઓમાં 19 વ્યક્તિઓના મોત થતાં પૂજ્ય મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા તરફથી પ્રત્યેક મૃતકના વારસદાર પરિવારને રૂપિયા 15,000 લેખે કુલ રૂપિયા 2,85,000 ની આર્થિક સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહી છે.
morari bapu news   મોરબી  સુરત અને ગોંડલની દુર્ઘટનાના પીડિતોની વહારે આવ્યા મોરારિબાપુ  19 પરિવારોને મળશે આર્થિક સહાય
Advertisement

Talgajarda Ashram Chitrakutdham: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસો દરમિયાન બનેલી વિવિધ જીવલેણ અને હૃદયદ્રાવક દુર્ઘટનાઓમાં 19 વ્યક્તિઓએ પોતાના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. આ આકસ્મિક આફતોને પગલે જાણીતા રામાયણી કથાકાર પૂજ્ય મોરારિબાપુ દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ સાથે જ, પીડિત પરિવારોના દુઃખમાં સહભાગી થઈને શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા (Chitrakutdham Talgajarda) આશ્રમ તરફથી કુલ રૂપિયા 2,85,000ની આર્થિક સંવેદના સહાય આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×