Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morari Bapu Wife Passed Away : રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન

નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા
morari bapu wife passed away   રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન
Advertisement
  • મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન
  • તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા
  • આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવશે

Morari Bapu Wife Passed Away: ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના પત્નીનું નિધન થયું છે. મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું

ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મ પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. વિગતો મુજબ મોરારીબાપુના પત્ની નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો.

Advertisement

આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવશે

નર્મદાબેને 75 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવશે. કથાકાર મોરારીબાપુના લગ્ન નર્મદાબેન સાથે વણોટ ગામે થયા હતા. તેમની અંતિમવિધિ સવારે 9 વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: Jagannath Jalyatra: ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ, 108 કળશથી કરાશે ભવ્ય જળાભિષેક

Tags :
Advertisement

.

×