Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કોંગ્રેસમાં જોડાયા બાદ Navneet Baldhia ને કેમ માંગવી પડી માફી?

બગદાણા હુમલાના પીડિત અને કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા અમિત ચાવડાની હાજરીમાં ગઈકાલે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં જોડાયા બાદ કરેલા બફાટની માફી માંગી છે. હીરાભાઈ સોલંકી, કુંવરજીભાઈ ફોન નથી ઉપાડતા તેવા નિવેદથી વિવાદ થતાં બીજા જ દિવસે માફી માંગી છે. આ ઘટનાક્રમથી સૌરાષ્ટ્રના રાજકારણમાં અને કોળી સમાજમાં ભારે ચર્ચા જાગી છે.
કોંગ્રેસમાં જોડાયા બાદ navneet baldhia ને કેમ માંગવી પડી માફી
Advertisement
  • Navneet Baldhia કોંગ્રેસમાં જોડાયા બાદ વિવાદમાં!
  • ફોન નથી ઉપાડતા તેવું નિવેદન આપ્યું હતું
  • નિવેદન બાદ મામલો ગરમાતાં તેમણે પોતાના શબ્દો પાછા ખેંચ્યા

બગદાણા હુમલા કેસથી ચર્ચામાં આવેલા નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhia) ગઈકાલે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. જો કે કોંગ્રેસમાં જોડાયાના 24 કલાકમાં જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી (MLA Hirabhai Solanki) , મંત્રી કુંવરજીભાઈ બાવળિયા (Minister Kunwarjibhai Bavaliya) સહિત કોળી સમાજની માફી માંગી છે.

વિવાદિત નિવેદન અને 24 કલાકમાં માફી

કોંગ્રેસમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ ગઈકાલે નવનીત બાલધિયા વિવાદમાં સપડાયા હતા. તેમણે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હીરાભાઈ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા તેમનો ફોન ઉપાડતા નથી, જેના કારણે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. જોકે આ નિવેદન બાદ મામલો ગરમાતાં બીજા જ દિવસે તેમણે યુ-ટર્ન લીધો હતો. આજે તેમણે વીડિયો દ્વારા માફી માંગતા કહ્યું કે, "ભૂલથી મારાથી હીરાભાઈ અને કુંવરજીભાઈ ફોન ઉપાડતાં નથી તેમ બોલાઈ ગયું, તે બદલ હું માફી માંગુ છું અને મારા સમાજની લાગણી દુભાઈ હોય તો ક્ષમા ચાહું છું."

Advertisement

Advertisement

Navneet Baldhia કેસ શું છે?

નવનીત બાલધિયા કેસ એ ભાવનગર જિલ્લાના બગદાણા (પ્રસિદ્ધ યાત્રાધામ ગુરુ આશ્રમ) સાથે જોડાયેલો એક ચર્ચિત અને સંવેદનશીલ મામલો છે. 29 ડિસેમ્બર 2025ની મોડી રાતે બગદાણા નજીક નવનીતભાઈ બાલધિયા (આશ્રમના સેવક, પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી) પર આઠ અજાણ્યા શખ્સોએ પાઈપ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને માથા, હાથ-પગમાં ગંભીર ઈજાઓ, હાડકાં તૂટવા અને અન્ય નુકસાન થયું હતું. આ ઘટના મુંબઈમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના એક કાર્યક્રમમાં બગદાણા ટ્રસ્ટના "મેનેજિંગ ટ્રસ્ટી"ના ઉલ્લેખ પછી શરૂ થઈ, જેના પર નવનીતભાઈએ માયાભાઈને ફોન કરીને સુધારો કરાવ્યો (કારણ કે ટ્રસ્ટમાં એવું પદ નથી). ત્યારબાદ માયાભાઈના પુત્ર જયરાજ આહીર સાથે વાતચીત બાદ હુમલો થયો હોવાનો આરોપ લાગ્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અને આરોપ-પ્રત્યારોપ થયા હતા. આ કેસમાં SIT રચના કરી 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ કરી હતી. હાલ જયરાજ જેલ બહાર છે.

આ પણ વાંચોઃ  કોળી સમાજની નારાજગી ભાજપને ભારે પડશે? Navneet Baldhiya એ કોંગ્રેસનો ખેસ પહેર્યો

આ પણ વાંચોઃ Navneet Baldhia કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, થશે નવા ખુલાસા!

Tags :
Advertisement

.

×