Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Navneet Baldhiya Case: જેલ કે જામીન? જયરાજ આહીરની કિસ્મતનો આજે મહુવા કોર્ટમાં થશે ફેંસલો

Navneet Baldhiya Case: ભાવનગર (Bhavnagar) ના ચકચારી નવનીત બાલધિયા કેસ (Navneet Baldhiya Case) માં આજે સૌથી મોટો દિવસ છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Maya Bhai Ahir) ના પુત્ર જયરાજ આહીર (Jayaraj Ahir) સહિત 5 આરોપીઓની જામીન અરજી પર આજે મહુવા સેશન કોર્ટમાં સુનાવણી થશે.
navneet baldhiya case  જેલ કે જામીન  જયરાજ આહીરની કિસ્મતનો આજે મહુવા કોર્ટમાં થશે ફેંસલો
Advertisement
  • ભાવનગર (Bhavnagar) નવનીત બાલધીયા (Navneet Baldhiya) માર મારવાનો કેસ
  • ભાવનગર બગદાણા હુમલા કેસમાં આજે સુનાવણી
  • જયરાજ આહિર સહિત 5 આરોપીઓએ મહુવા કોર્ટમાં જામીન અરજી કરી
  • નાજુ કામળીયા, કાના કામળીયા, સંજય ચાવડા, દિનેશ સોલંકી પણ આરોપી

Navneet Baldhiya Case:  ભાવનગર (Bhavnagar) જિલ્લાના બગદાણા (Bagdana) માં કોળી અગ્રણી નવનીત બાલધિયા (Navneet Baldhiya ) પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આજે રાજ્યભરની નજર મહુવા સેશન કોર્ટ (Mahuva Sessions Court) પર ટકેલી છે. આ કેસના મુખ્ય આરોપી અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Maya Bhai Ahir) ના પુત્ર જયરાજ આહીર  (Jayaraj Ahir) સહિત અન્ય પાંચ આરોપીઓની જામીન અરજી પર આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Navneet Baldhiya Case માં SITની તપાસમાં ખૂલી હતી સંડોવણી

ગયા વર્ષે 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલધિયા પર પાઈપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે 'સીટ' (SIT) ની રચના કરી હતી. SIT એ ટેકનિકલ પુરાવા અને સઘન પૂછપરછના આધારે જયરાજ આહીરની મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. જે બાદ 24 જાન્યુઆરીના રોજ તેની ધરપકડ થઈ હતી અને 25 જાન્યુઆરીથી તે ભાવનગર જેલમાં બંધ છે.

Advertisement

Advertisement

આજે કોના ભાગ્યનો થશે ફેંસલો?

મહુવા સેશન કોર્ટમાં જે આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થવાની છે તેમાં:
1. જયરાજ આહીર (મુખ્ય આરોપી)
2. નાજુ કામલિયા
3. કાનું કામલિયા
4. સંજય ચાવડા
5. દિનેશ ઉર્ફે દાદુ સોલંકીનો સમાવેશ થાય છે.

jayrak ahir-Gujarat first

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉ 8 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, પરંતુ જયરાજ આહીર મુખ્ય સૂત્રધાર હોવાથી અગાઉ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. બગદાણા આશ્રમના ટ્રસ્ટી પદને લઈને થયેલા વિવાદના અંજામ રૂપે આ હુમલો થયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ આરોપીઓને જેલવાસ ચાલુ રાખે છે કે રાહત આપે છે.

આ પણ વાંચો:  Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં ફરી લોહિયાળ જંગ! ક્લાસના મોનિટર પર જીવલેણ હુમલો

Tags :
Advertisement

.

×